અમદાવાદ : નરોડામાં નકલી પોલીસ બની રોફ જમાવનાર સસ્પેન્ડ SRP જવાની ધરપકડ

પોલીસ તરીકે ઓળખ આપી મહિલાને ધમકાવી 11 હજાર પડાવ્યા હતા

શહેરના નરોડા વિસ્તારમાં નેશનલ હેડલુમ નજીક મહિલાને પોલીસની ઓળખ આપી ધમકાવી પર્સ લૂંટી ફરાર થયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નકલી પોલીસ મહિલા ગાડીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગાડીમાં બેસાડી નરોડા પાટિયાથી કૃષ્ણનગર તરફ લઈ જઇ મહિલાને લાફા ઝીકીને પર્સમાંથી રૂ 11 હજારની લૂંટ કરી ભાગી ગયો હતો. આ મામલે નરોડા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો.

ફરિયાદ મુજબ, કુષ્ણનગર વિસ્તારમાં રહેતા મહિલા નરોડા ખાતે નેશનલ હેડલુમમાં ખરીદી કરવા ગયા હતા. તે દરમિયાન ગાડીમાં આવેલા એક શખ્સે મહિલાને નજીક બોલાવી કુષ્ણનગર પોલીસ મથકે આવવાનું છે તેમ કહી ધાક ધમકી આપવા લાગ્યો હતો. આરોપી પોતાને પોલીસ તરીકે ઓળખ આપી હતી. જો કે મહિલાએ વિરોધ કરતા આરોપીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગાડીમાં બેસવાનું કહ્યું હતું. મહિલા ગાડીમાં બેસી એટલે આરોપીએ નરોડા પાટિયાથી કૃષ્ણનગર તરફ લઈ જઇ મહિલાને લાફા ઝીકીને તેના પર્સમાંથી રૂ 11 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો.

આ મામલે પોલીસે મહિલાની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં નકલી પોલીસ બનીને રોફ જમાવીને લૂંટ કરનાર આરોપી સલીમમીયા રાઠોડની ધરપકડ કરી હતી. આરોપી પોતે વટવામાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કેસ આરોપી અગાઉ SRPમા ફરજ બજાવતો હતો, પરંતુ કોઈ કારણસર તેને સસ્પેન્ડ કરવામા આવ્યો હતો. દેખાવમા પોલીસ જેવો દેખાવ હોવાનો ફાયદો ઉઠાવીને આરોપીએ પોતાની ગાડીમા પોલીસનુ નામ પેડ લગાવીને રોફ જમાવવા નીકળતો હતો.અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. આરોપી વિરૂધ્ધ ગાંધીનગરમા પણ ફરિયાદ નોંધાઈ હોવાનુ તપાસમા ખુલ્યુ છે. નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી