વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની લૂંટને કારણે પરિવાર દેવામાં..

સ્ટર્લિંગ હોસ્પિ.ની લૂંટનો ભોગ બની મા, પૈસા-પુત્ર બંને ગુમાવ્યા

વડોદરાની સ્ટર્લીંગ હોસ્પિટલ વિવાદોના ઘેરાવમાં છે. કોરોનાકાળમાં સારવારના નામે દર્દીઓ પાસેથી લૂંટ ચલાવી હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે હોસ્પિટલે વધુ એક પરિવાર પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરી જેના કારણે પરિવાર દેવામાં ગરકાવ થઈ ગયો છે. જેથી પરિવારે તેમના રૂપિયા પરત માગ્યા છે.

વડોદરામાં રહેતો એક પરિવાર હોસ્પિટલની લૂંટનો ભોગ બન્યો છે. જેમા પરિવારે હોસ્પિટલમાં 3 સભ્યોની સારવાર કરાવી તો તેમને 25 લાખનું દેવું થઈ ગયું. પરિવારના એક સભ્ય હિતેનભાઈ મહેતાને કોરોના થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. જેમા 29 દિવસની સારવારમાં પરિવાર પાસેથી 27 લાખ 52 હજારનું બીલ લેવામાં આવ્યું હતું જોકે કોરોનાને કારણે હિતેનભાઈનું તો અવસાન થયું હતું.

આપને જાણીને નવાઈ લાગશે કે હિતેનભાઈની પત્નીને પણ કોરોના થયો હતો ત્યારે હોસ્પિટલો તેમની 7 દિવસની સારવાર કરી તો પણ 2 લાખ 17 હજાર રૂપિયા વસૂલ્યા હતા. જ્યારે તેમને દિકરીની પણ કોરોનાની સારવાર કરવામાં આવી હતી. જેમા તેમની દિકરીના પણ 8 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. 

હોસ્પિટલ સામે કુલ 11 દર્દીઓ પાસેથી 1.34 કરોડ રૂપિયા વસૂલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હિતેનભાઈના માતા વસંતીબેનન આંખમાં આસુ આવી ગયા હતા. કારણકે લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ હિરેનભાઈનું મૃત્યું થયું હતું. સમગ્ર મામલે વસંદીબેને કહ્યું કે હોસ્પિટલે તેમને દેવાદાર બનાવી દીધી છે. જેથી જે પણ ખોટા રૂપિયા લેવામાં આવ્યા છે. તે રૂપિયા હોસ્પિટલ પરત આપે તેવી તેમણે માગ કરી છે. 

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલી રહી છે તપાસ..

સ્ટર્લિંગ હોસ્પિટલે પલ્મોનોલોજિસ્ટને 20 કરોડની કન્સલ્ટન્સી ચૂકવી ન હોવાની અરજીમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લેનારા 11 દર્દીઓ અને તેમના સગાઓએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દી સાથે નિષ્ઠુરતાપુર્વક વ્યવહાર કરાયો છે અને ઉઘાડી લૂંટ ચલાવી હતી. અને 11 દર્દીઓ સાથે 1.34 કરોડની રકમની વસુલાત કરાઇ હતી. જેથી સમગ્ર મામલાની ઉંડી તપાસ થવી જોઇએ.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી