ગુજરાતી ફિલ્મોના વિખ્યાત અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

ગુજરાતી ફિલ્મ-જગતમાં શોકનો માહોલ

ગુજરાતી ફિલ્મ જગતમાં વધુ એક અભિનેતાએ વિદાય લીધી છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું લાંબી માંદગી બાજ આજે નિધન થયું છે જેને પગલે પરિવાર, ગુજરાતી ફિલ્મ-જગત અને તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અરવિંદ રાઠોડ તેમની છટાદાર સંવાદ શૈલીથી વિખ્યાત હતા. આ ગુજરાતી કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અઢળક ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં અભિનય કર્યો છે. એટલું જ નહી પંખીનો માળો, પાતળી પરમાર સહિત અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલત હતો તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં એવો જ દબદબો અરવિંદ રાઠોડે રાખ્યો છે.

ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા દિગ્ગજ કલાકારના નિધનથી ગુજરાતી ફિલ્મજગતમાં શોકમગ્ન થઈ ગયું છે. અરવિંદ રાઠોડના પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું.

 85 ,  1