September 25, 2020
September 25, 2020

પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરીનું નિધન, કોરોનાની ચાલી રહી હતી સારવાર

દો ગજ સહી યે મેરી મિલકિયત તો હૈ, એ મૌત તૂને મુઝે જમીનદાર કર દિયા..

ખ્યાતનામ મશહુર શાયર રાહત ઇન્દોરીનું આખરે અવસાન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આજે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે. હાર્ટએટેકના કારણે તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ તેમની કોરોનાની સારવાર પણ ચાલી રહી હતી.

મહત્વનું છે કે રાહત ઈન્દોરીને પહેલાંથી જ ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ હતી. આ સાથે જ કોરોના હોવાથી તેમના સ્વાસ્થ્યની કામના કરવાની માંગણી કરી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વિટ કર્યું હતું કે પ્રસિદ્ધ શાયર રાહત ઇંદોરીના અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા છે. ઈશ્વર તેમને તરત જ સાજા કરે તેવી પ્રાર્થના કરું છું. જો કે, તેમણે ટ્વીટ કરીને રાહત ઇન્દોરીના નિધન અંગેની પણ જાણકારી આપી હતી.

 99 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર