‘સિંઘમ’ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલને મળવાના ચક્કરમાં એક ફેન સાથે થયો ફ્રોડ

‘સિંઘમ’ ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ તમિળ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર છે. સેલેબ્રિટીઝના ડાઇ હાર્ડ ફેન્સ ઘણા હોય છે જે તેમને મળવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પોતાની ફેવરિટ એક્ટ્રેસ કાજલ અગ્રવાલને મળવાની લાલચમાં એક ફેન 60 લાખ રૂપિયાથી હાથ ધોઈ બેઠો છે.

તામિલનાડુના રામનાથપુરમનો એક છોકરો કાજલ અગ્રવાલને ખૂબ પસંદ કરે છે. તે તેની ફેવરિટ હીરોઇનને મળવા માટે એટલો બધો ઉત્સુક હતો કે તે અંતે એક ઓનલાઇન ફ્રોડ કરનારની માયાજાળમાં ફસાઈને છેતરાઈ ગયો હતો.તેને એવું જણાવવામાં આવ્યું હતું કે તેની મિટિંગ કાજલ અગ્રવાલ સાથે કરાવવામાં આવશે.

રિપોર્ટ મુજબ, ફેને પહેલા 50,000 રૂપિયા આપ્યા તેમને અને તેની પર્સનલ ડિટેલ્સ શેર કરીલ હતી. જ્યારે મિટિંગ ન થઇ ત્યારે તેમણે આ છોકરાને વધુ પૈસા ચૂકવવા માટે કહ્યું અને તેણે વધુ પૈસા ચૂકવ્યા હતાં.તેણે ત્રણ ઇન્સ્ટોલમેન્ટ્સમાં ટોટલ 60 લાખ રૂપિયા ચૂકવ્યા અને મહિનાઓ પછી પણ જ્યારે મિટિંગ ન થઇ ત્યારે તેને સમજાઈ ગયું કે તેની સાથે છેતરપિંડી થઇ છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી