કન્નડના સુપરસ્ટાર અભિનેતા પુનીત રાજકુમારના અંતિમ દર્શન માટે ચાહકોની પડાપડી

પુનીતના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે થશે

કન્નડ અભિનેતા પુનીત રાજકુમારે ગઈકાલે 46 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થતા ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. શુક્રવારે જીમમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમને બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઈન્ડસ્ટ્રીની સાથે સાથે પુનીતના નિધનથી તેના ચાહકો પણ દુખી છે. 46 વર્ષીય પુનીતના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ ઉમટી પડી છે.

પુનીતના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેના અંતિમ દર્શન માટે ચાહકોની ભીડ જોવા મળે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ કાંતિરવ સ્ટેડિયમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ચાહકો પુનીતના અંતિમ દર્શન માટે લાઈનમાં રાહ જોઈ રહ્યા છે. પુનીતના જવાથી તેના ચાહકો ખૂબ જ દુઃખી છે. તેની આંખોમાંથી આંસુ અટકતા નથી.

પુનીતના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેમની પુત્રી વંદિતા અમેરિકાથી પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. વંદિતાના આગમન પછી જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પુનીતે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેણે પોતાની અભિનય કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. તેણે બાળ કલાકાર તરીકે નેશનલ એવોર્ડ જીત્યો હતો. તે પછી તેણે ફિલ્મ અપ્પુથી ડેબ્યુ કર્યું અને આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી