સુશાંત સિંહના બર્થ ડે પર ભાવુક થયા ફેન્સ, કહ્યુ – લૌટ કે આવો

 સૌના દિલમાં વસેલા અભિનેતા સુશાંત સિંહનો આજે બર્થડે

સુશાંતસિંહ રાજપૂત જે હવે આપણી વચ્ચે નથી તે વાત હજુ પણ માનવામાં નથી આવી રહી. સુશાંત હવે ફિલ્મ પડદે નહીં જોવા મળી તે હકીકતને ફેન્સ હજુ પણ નથી સ્વીકારી શકતા. આપણી વચ્ચે આ અભિનેતા ખૂબ ઓછા સમય માટે રહ્યા પણ તેઓએ સૌ કોઈને ખૂબ હસાવ્યા. સુશાંત ઓછું જીવ્યા પણ ઘણું જીવ્યા એ વાત સાથે સૌ કોઈ સહમત થશે.

ત્યારે આજે આ સૌના દિલમાં વસેલા અભિનેતાનો બર્થડે છે. સુશાંતસિંહ સાથે જોડાયેલી અનેક વાતોને લોકોએ 2020માં જાણી લીધી છે. ત્યારે આજના ખાસ દિવસે આપણે આ સ્ટારની સફર વિશે જાણીએ. કઈ રીતે બોલીવુડમાં એન્ટ્રી કરી અને લોકોના દિવસ જીત્યા.

દુનિયાભરના ચાહકો તેમને ટ્વીટ કરીને યાદ કરી રહ્યા છે. એક .યુઝર્સે લખ્યું- પાછા આવો, આ દુનિયાને તમારી જરૂર છે. અન્ય ચાહકો વીડિયો મારફતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક ફેંસે લખ્યું છે કે 21 જાન્યુઆરીએ બોલિવૂડના ઇતિહાસમાં કોઈ અભિનેતાના જન્મદિવસ માટે આટલી ઉત્સુકતા ક્યારેય નહીં જોઈ હોય.

સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ ભાઈ સુશાંતનું નામ ટ્વિટ કર્યું છે. તેણે સુશાંત અને તેના પરિવાર સાથે ફોટા શેર કર્યા અને લખ્યું – લવ યુ ભાઈ! હમેશા સાથે રહેશો….

વર્ષ 2020નું વર્ષ દરેક માટે ખૂબ દુખદાયક રહ્યું છે. કેમ કે, આ વર્ષે કોરોના તો હતો જ પણ સાથે સાથે આપણે બોલીવુડના એવા ઘણા અભિનેતા અને અભિનેત્રીઓને પણ ગુમાવ્યા છે. ત્યારે તેમાં દરેક માટે સૌથી દુખદાયક ઘટના રહી હોય તો તે છે સુશાંતસિંહ રાજપૂતનું આપણી વચ્ચે ન રહેવું.

આજે 21 જાન્યુઆરીએ સુશાંતસિંહ રાજપૂતનો જન્મદિવસ છે. ત્યારે સુશાંતના ફેન્સ માટે ઘણુ જ દુખદાયક છે તે વિચારવું કે હવે સુશાંત રાજપૂત આપણી વચ્ચે નથી. 14 જૂન 2020નો દિવસ દરેક માટે ખૂબ જ આઘાતજનક હતો. કેમ કે બોલીવુડ સ્ટાર સુશાંતે તે દિવસે આપણી વચ્ચેથી વિદાઈ લીધી હતી. જો કે ફેન્સ હજુ પણ સુશાંતના પાછા આવવાની રાહ જુવે છે. ત્યારે આજે સુશાંતસિંહ રાજપૂતના બર્થડેના દિવસે આપણે જાણીએ કે કઈ રીતે તેમણે પોતાનું જીવન જીવ્યું અને કેવી રીતે તેમને લોકોના દિલ જીતી લીધા.

 20 ,  1