September 23, 2021
September 23, 2021

કર્ણાટકમાં બન્યું એવું મશીન કે સેકન્ડમાં નારિયેળના ઝાડ પર ચઢવામાં મદદ કરશે

કર્ણાટકના મેંગલોરમાં Szimamuda ગામમાં રહેતા એક ખેડૂત ગણપતિ ભટ્ટે એવું મશીન તૈયાર કર્યુ કે જેનાથી કોઇપણ સરળતાથી ઉંચા વૃક્ષો પર ચઢી શકે છે. ઊંચા વૃક્ષો પર ચઢવા માટે એક એવું મશીન બનાવવામાં આવ્યું છે જે બરાબર ખુરશી જેવું છે.

નારિયેળ, યુકોલિપ્ટસ અને તાડ જેવા ઊંચા વૃક્ષો પર ચડતા લોકોને દોરડાંનો ઉપયોગ કરવો પડે છે. આ દરમિયાન તેઓએ ખૂબ જ ઊંચું જોખમ લેવું પડશે. પરંતુ હવે આ ખતરો ઘટાડી શકાય છે. કારણ કે કર્ણાટકના એક ખેડૂતે એવું મશીન તૈયાર કર્યુ છે, જેનાથી સરળતાથી વૃક્ષો પર ચઢી શકાય છે.

ખેડૂત ગણપતિ ભટ્ટે કહ્યું કે આ અત્યંત સરળ અને ઉપયોગી શોધ છે. આના મદદથી 60 થી 80 કિલોગ્રામનો કોઈપણ વ્યક્તિ તેના પર બેસીને સળતાથી વૃક્ષની ઊંચાઈ સુધી પહોંચી શકે છે.

સૌથી મહત્વની વાત એ છે કે મશીન પેટ્રોલથી ચાલે છે. આ મશીનમાં સલામતી અને સુરક્ષાની વિશેષ કાળજી લેવામાં આવી છે.

 29 ,  1