ખેડૂત નેતા અને પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું નિધન…

સૌરાષ્ટ્રના જાણીતા ખેડુત નેતા અને પોરબંદરના ભૂતપૂર્વ સંસદ સભ્ય વિઠ્ઠલભાઇ રાદડિયાએ 61 વર્ષની વયે આજે લાંબી બિમારી બાદ અમદાવાદ ખાતે આજે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે દુઃખદ અવસાન થતા પાટીદાર સમાજ અને ખેડુતોમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. તેમના પાર્થીવદેહને આજે બપોર બાદ વતન જામકંડોરણા ખાતે લાવવામાં આવશે.તેમજ આવતીકાલે સવારે ૭ થી ૧૨ કંડોરણા છાત્રાલયમાં અંતિમ દર્શનાર્થ રાખવામાં આવશે. ૧ વાગ્યે ત્યાથી અતિમયાત્રા નીકળશે.

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા છેલ્લા પોણા બે વર્ષથી બિમાર હતા. અગાઉ તેમને કેન્સરની બિમારી થઇ હતી. તેમની સારવાર અમેરિકા કરાવ્યા બાદ સ્વસ્થ થઈ ગયા હતા. ત્યાર બાદ ઓકટોબર ૨૦૧૭માં ફરી તેમની તબીયત બગડી હતી.

અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ બોપલ વિસ્તારમાં ગજેરા પરિવારના બંગલામાં તેઓ તબીબી દેખરેખ હેઠળ હતા. તેમને હલન-ચલન અને વ્યકિતને ઓળખવામાં તકલીફ પડતી હતી. નાના મગજથી શરૃ થયેલી બિમારી હૃદય અને શરીરના અન્ય ભાગો સુધી સ્પર્શી જવાથી તેમના વજનમાં પણ ઘટાડો થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસથી તબીયત નરમ થતી જતી હતી. આજે ૧૦.૩૦ વાગ્યા આસપાસ હૃદયના ધબકારા એકદમ ઘટી ગયા અને સ્વજનોની હાજરીમા તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

આ અંગે વિઠ્ઠલભાઈના પુત્ર અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટ કર્યું હતું.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી