RAFની ટુકડી લાલકિલ્લા પર પહોંચી, ખેડૂતોએ ફરકાવેલ ધ્વજ ઉતારાયો

લાલકિલ્લા પર ખેડૂતો દ્વારા ફરકાવવામાં આવેલ ધ્વજ ઉતારવામાં આવ્યો

નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ લાલ કિલા પહોંચી ગયા છે. આઇટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો લાલ કિલા સુધી પહોંચ્યા અને તિરંગા પાસે પોતાનો ઝંડો ફરકાવ્યો હતો. તો બીજી તરફ તંત્ર દ્વારા RAFની ટુકડી મોકલી હતી અને ખેડૂતો દ્વારા ફરકાવવામાં આવેલ ધ્વજ ઉતારવામાં આવ્યો હતો.

દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે. આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે. આ ઉપરાંત ITO પાસે એક DTC બસને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું.

  • દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ પૂરી થઈ ગઈ છે, થોડીવારમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી ઈન્ડિયા ગેટ પહોંચશે.
  • ગાઝીપુરથી નીકળેલા ખેડૂતો ઈન્ડિયા ગેટથી 4 કિમી દૂર.
  • ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતો અને પોલીસ આમને-સામને થઈ ગયા હતા. ખેડૂતોએ ટીઅર ગેસના સેલ ઉપાડીને પોલીસ તરફ ફેંક્યા હતા.
  • સિંધુ બોર્ડરથી સતત ટ્રેક્ટરો નીકળી રહ્યાં છે. અત્યારસુધી ખેડૂતો દિલ્હી પોલીસે આપેલા રૂટ પર છે. તેઓ આગળ એક ટી પોઈન્ટ પર રોકાઈ ગયા છે. માનવામાં આવે છે કે તેમનો રિંગ રોડથી એન્ટ્રી કરવાનો પ્લાન છે, તેથી ટી પોઈન્ટથી આગળ વધવાને બદલે ટ્રેક્ટરો વધવાની રાહ જોઈ રહ્યાં છે, જેથી એકસાથે દિલ્હી પહોંચી શકે.
  • સિંધુ બોર્ડરથી નીકળેલી ટ્રેક્ટર પરેડની આગળ ઘોડા પર નિહંગ ફોજ ચાલી રહી છે. સિંધુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતોનો જથ્થો પગપાળા ચાલી રહ્યો છે.
  • રસ્તામાં લોકો ટ્રેક્ટર પરેડનું સ્વાગત કરી રહ્યા છે. સ્વરૂપનગરમાં લોકોએ ખેડૂતો પર ફૂલ વરસાવ્યાં હતાં. આ જગ્યા સિંધુ બોર્ડરથી 14 કિમી દૂર છે. નાંગલોઈમાં લોકો ઢોલ વગાડતા અને નાચતા દેખાયા હતા.
  • ગાઝીપુર બોર્ડર બેરિકેડ્સ તોડીને નીકળેલા ખેડૂતોને થોડા અંતરે જ પોલીસે રોકી દીધા હતા. પોલીસે ખેડૂતોને અપીલ કરી હતી કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરે. પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી પાછળના ટ્રેક્ટર ન આવી જાય ત્યાં સુધી ખેડૂતો એક પોઈન્ટ પર રોકાઈ જાય. આ વિશે ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડી ખેંચતાણ પણ થઈ હતી.
  • ગાઝીપુર બોર્ડર પર સવારે 4 વાગ્યાથી ખેડૂતો માટે જમવાનું બની રહ્યું છે. અહીં મોટા ભાગના ખેડૂતો પશ્ચિમ યુપીથી આવ્યા છે. અહીં 10થી 15 હજાર ટ્રેક્ટરો પહોંચ્યાં છે. રૂટ વિશે ખેડૂતોમાં મૂંઝવણની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ ભાકિયુના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતું કે ગણતંત્ર દિવસના કાર્યક્રમ પછી પોલીસે આપેલા રૂટ પર જ પરેડ કરશે.
  • ટીકરી બોર્ડર પર યુવાઓનું ગ્રુપ સ્ટેજની પાસે ઊભું છે. હાલ બધું શાંતિથી ચાલી રહ્યું છે. પોલીસે અત્યારસુધીમાં બેરિકેડ્સ હટાવ્યાં નથી.

પોલીસ દ્વારા છોડાયા ટીયર ગેસ

પૂર્વ અને ઉત્તર પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી તરફ જતા તમામ રસ્તાઓ પોલીસે બંધ કરી દીધા છે. કોઈ પરિવહનની મંજૂરી નથી. તે જ સમયે, આઈટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ ચલાવવામાં આવી રહ્યા છે. ખેડુતો હજી ઉભા છે.

પોલીસે કર્યો લાઠી ચાર્જ

પોલીસે લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ તરફ જતા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. આ સાથે અશ્રુ ગેસના શેલ પણ સતત છોડવામાં આવી રહ્યા છે. પોલીસે હાલ ખેડુતોને પાછળ ધકેલી દીધા છે, પરંતુ ખેડુતો હજી પણ આઇટીઓ પર ઉભા છે. પ્રજાસત્તાક દિનની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સાથે ખેડૂતોની સંખ્યા પણ વધી રહી છે.

રાકેશ ટિકૈતે આપ્યું મોટું નિવેદન

આ તરફ કૃષિ આંદોલનકારી રાકેશ ટિકૈતે ખેડૂતો પરના દમનની ઘટનાને વખોડી હતી. સાથે જ તેમણે કહ્યું કે, અમે આંદોલનકારી ખેડૂતો છીએ અસામાજીક તત્વો નથી

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર