વડોદરામાં કેન્દ્રીય કંપની સામે ખેડૂતોનો મોરચો- ધારાસભ્ય પણ જોડાયા

ખેડૂતોને 90 લાખ રુપિયા આપવાની કંપનીએ આપી હતી ખાતરી, નહીં આપતા…

વડોદરામાં ગેઇલ ઇન્ડિયા કંપની સામે ખેડૂતોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કંપનીએ ખેડૂતોને વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને ખેડૂતોએ હવે લડી લેવાનો મુડ બનાવી લીધો છે. મહત્વનું છે કે અગાઉ પણ ખેડૂતોએ વળતર ન મળવા મુદ્દે અનેક રજૂઆત કરી હોવા છતા વળતર ન મળતા ખેડૂતોને રોષ જોવા મળી રહ્યો છે. પાદરામાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખેડૂતો સાથે આજે પાદરાના MLA જસપાલસિંહ પઢિયાર ખેડૂતો સાથે ધરણાં કરશે. ત્યારે ધારાસભ્ય સાથે ચોકારી ગામના ખેડૂતો પણ ધરણા કરશે. ખેડૂતોના વિરોધ અને ધરણાને લઈને ગેઇલ ઇન્ડિયા કંપનીની ઓફિસમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કંપનીએ ખેડૂતોને વળતર ન ચૂકવતા ધરણાંનો કાર્યક્રમ
મહત્વનું કે આજથી પાંચ વર્ષ અગાઉ ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા ખેડૂતોના ખેડૂતમાંથી પાઈલ લાઈન નાખવામાં આવી હતી જે બાદ થોડા સમયમાં જ વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને નુકસાન થયું હતું, જે મામલે ખેડૂતો દ્વારા વળતરની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતોએ અને ગેઈલ ઈન્ડિયા કંપની વચ્ચે સમાધાન થયું હતું અને ખેડૂતોને 90 લાખ જેટલું વળતર ચુકવવાનું કહેવામાં આવ્યું હતું જો કે બે વર્ષ થયા હોવા છતા હજુ સુધી ખેડૂતોને વળતર ન મળતા અંદાજીત 100 જેટલા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેમાં પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ ખેડૂતો સાથે આજે ધરણા કરશે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી