કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા, પ્રિયંકાની અટકાયત

રાહુલ ગાંધી સહિત વિપક્ષના 3 નેતા રાષ્ટ્રપતિને મળશે, માર્ચ કાઢવાની પરવાનગી નહીં

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. સરકારે આંદોલન ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ આપે. બીજી બાજુ કોંગ્રેસ પણ ખેડૂત આંદોલનની ગરમી વધારવાની તૈયારીમાં છે. 

વિપક્ષ ડેલિગેશન રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિજય ચોકથી રાષ્ટ્રપતિભવન સુધી માર્ચ કાઢવા માગતું હતું, જોકે એની પરવાનગી મળી નથી. માત્ર 3 નેતાને રાષ્ટ્રપતિની પરવાનગી આપવામાં આવી છે.

ખેડૂત બોલ્યા- ખુલ્લા દિલથી વાત કરે સરકાર

પ્રદર્શનકારી કિસાન સંઘોએ સરકારના પલ્લામાં બોલ મૂકયાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ વાતચીત ફરીથી શરૂ કરવા માટે નવા નક્કર પ્રસ્તાવને લઇ આવશે તો કૃષિ મંત્રીએ કહ્યું કે સમાધાન સુધી પહોંચવા માટે સંવાદ જ એક રસ્તો છે અને સરકાર કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે પ્રતિબદ્ધ છે.

પીએમ મોદી આજે 6 રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરશે

ત્રણ નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગણીને લઇ સરકાર અને પ્રદર્શનકારીઓની વચ્ચે ગતિરોધ ખત્મ થવાની કોઇ શકયતા દેખાતી નથી. એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ 6 રાજ્યોના ખેડૂતોના સાથે વાતચીત કરશે અને આ દરમ્યાન કિસાન કેન્દ્રની તરફથી કરાયેલ વિભિન્ન પહેલોને લઇ પોતાનો અનુભવ શેર કરશે.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર