રાહુલ ગાંધી – મોદીની વિરુદ્ધ જો ભાગવત બોલશે તો તેમને પણ આતંકી કહેવામાં આવશે

નાના વેપારીઓ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ, વડાપ્રધાન માત્ર 2-3 લોકોને ફાયદો પહોંચાડવા માગે છે : રાહુલ ગાંધી

નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. બીજી બીજુ માર્ચ કાઢવા અને રાષ્ટર્પતિ સાથે મુલાકાત કરવાનો પ્રયત્ન કરવા દરમિયાન પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બન્નેએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું, ‘નરેન્દ્ર મોદી જીનો એક જ ટાર્ગેટ છે કે ચાર મોટા ઉદ્યોગપતિઓ માટે રૂપિયા બનાવવા. જે લોકો મોદી જી વિરૂદ્ધ ઉભા છે તેમનિ વિરૂદ્ધ કંઈકને કંઈક બોલે છે. ખેડૂતને આતંકવાદી કહે છે, એક દિવસ તે મોહન ભાગવ પણ તેમની વિરૂદ્ધ ઉભા થઈ જાય તો તેમને પણ આતંકવાદી ગણાવી દેશે.’

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને કહ્યું છે કે આ કાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું છે. દેશ જોઈ રહ્યો છે કે ખેડૂતો કાયદા વિરુદ્ધ છે. હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છું કે ખેડૂતો હટશે નહીં, જ્યાં સુધી કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી કોઈ પાછા જશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર સંસદનું જોઈન્ટ સત્ર બોલાવે અને આ કાયદાને તરત પાછા ખેંચે. રાહુલે કહ્યું કે આજે ખેડૂતો દુખ અને દર્દમાં છે. કેટલાક ખેડૂતોના મોત પણ થયા છે. 

તો બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ સરકાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અસંતોષને આતંકવાદી તત્વો તરીકે વર્ગીકૃત કરાય છે. અમે ખેડૂતોના સમર્થનમાં અવાજ બુલંદ કરવા માટે આ કૂચ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જવાન ખેડૂતનો પુત્ર હોય છે, જે ખેડૂતોનો અવાજ ઠુકરાવી રહ્યો છે અને પોતાની જીદ પર અડેલો છે. જ્યારે દેશનો અન્નદાતા ઠંડીમાં બહાર બેઠો છે. આ સરકારના હ્રદયમાં જવાન, ખેડૂતો માટે આદર છે કે ફક્ત પોતાની રાજનીતિ, પોતાના પૂંજીપતિ મિત્રોનો આદર છે?

નોંધનિય છે કે, કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન 29 માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો સતત આ કાયદા પાછા ખેંચવાની માગણી કરી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે એક મત બનતો જોવા મળતો નથી. આંદોલન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ સંશોધન ઈચ્છતા નથી અને કૃષિ કાયદાની વાપસી વગર ચર્ચા શક્ય નથી. આ સાથે જ ખેડૂતોની માગણી છે કે સરકાર MSP પર કાયદો બનાવે. બીજી બાજુ સરકાર એ બતાવવાની કોશિશમાં છે કે આ નવા કાયદા ખેડૂતોના હિતમાં છે. મોટાભાગના ખેડૂતો એ સમજે પણ છે. 

 42 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર