દિલ્હી બોર્ડર પર પોલીસ વગાડી રહી છે ‘સંદેશે આતે હૈ’, ખેડૂતો બોલ્યા – બંધ કરો, હમે તડપાતે હૈ : Video

ફિલ્મ બોર્ડરનું ગીત સંદેશે આતે હૈ.. વાગી રહ્યું છે, ખેડૂતોએ ડીજે બંધ કરાવવાની કરી માગણી..

કૃષિ કાનૂનને પરત લેવાની માગ સાથે ખેડૂત દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. ધરણાં સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત છે. પોલીસકર્મીઓનાં જોશ વધારવા માટે સિંધુ બોર્ડર પર જગ્યાએ જગ્યાએ ડીજે લગાવી દેવામાં આવ્યા છે. તેમાં બોર્ડર ફિલ્મનું ‘સંદેશે આતે હૈ’ ગીત વગાડવામાં આવે છે. તો ખેડૂતોએ આ ડીજે બંધ કરવાની માગ કરી છે. તેઓનું કહેવું છે કે ડીજેને કારણે તેઓને તકલીફ થઈ રહી છે.

દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ પંજાબના પ્રદેશ અધ્યક્ષ સતનામ સિંહ પન્નૂ, પ્રદેશ મહાસચિવ સરવન સિંહ પંઢેર, પ્રદેશ ઉપાધ્યક્ષ સવિન્દ્ર સિંહ ચતાલાએ લેખિત નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં કેન્દ્ર સરકાર પાસે ખેડૂતો સાથે વાતચીત અગાઉ તમામ ધરપકડ કરાયેલા ખેડૂતોને છોડી મૂકવા, બેરિકેડિંગ સાથે જ પાણી, ઈન્ટરનેટ અને વોશરૂમ પરથી પ્રતિબંદ હટાવવાની માગણી કરાઈ છે. ખેડૂત નેતાઓએ આ સાથે જ પંડાલની નજીક પોલીસ દ્વારા વગાડવામાં આવતા ડીજે પણ બંધ કરાવવાની માગણી કરી છે. કહ્યું છે કે તેનાથી સ્થિતિ સામાન્ય સ્થિતિ બહાલ થઈ શકશે. નોંધનીય છે કે પોલીસકર્મીઓનો જુસ્સો વધારવા માટે સિંઘુ બોર્ડર પર ઠેર ઠેર દિલ્હી પોલીસે ડીજે લગાવ્યા છે.

કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતા ખેડૂતોની નારાજગી સતત વધતી જઇ રહી છે. મંગળવારે એટલે કે 2જી ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે 13મા તબક્કાની વાતચીત થવાની છે. 12 વખત થયેલી વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતો કાયદો પરત લેવાની જીદ પર અડ્યા છે.

બીજી બાજુ, ખેડૂત સંગઠને જાહેરાત કરી દીધી છે કે 6 ફેબ્રુઆરીએ નેશનલ અને સ્ટેટ હાઈવેને જામ કરવામાં આવશે. ભારતીય કિસાન મોર્ચાના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઈવેને બ્લોક કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચા (SMU)એ કહ્યું છે કે 128 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે, તેમની કાયદાકીય મદદ માટે કમિટી બનાવવામાં આવી છે.

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર