ગુડ ન્યૂઝ : ખેડૂતો આનંદો, ફરી આવી આવી રહી છે મેઘરાજાની સવારી

13મીથી ફરી વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી

રાજ્યભરમાં વાવણી શરૂ થઈ ગઈ છે, જો કે શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ ખેંચાઇ જતા ખેડૂતોને વાવેતર નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાતભરમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત આપનારા સમાચાર હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારના દિવસથી દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદની શરુઆત થશે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, ચાર દિવસ પછી રાજ્યભરમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગાહી કરવામાં આવી છે કે 13થી 20 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 15 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. સોમવારના રોજ રથયાત્રા છે ત્યારે રથયાત્રા પર અમીછાંટણા થવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, થોડા દિવસોમાં વરસાદની આગાહી તો છે જ પણ તે પહેલા લોકોએ કાળઝાળ ગરમી અને અસહ્ય બફારો સહન કરવો પડી શકે છે. જો જ્યોતિષીઓની વાત કરીએ તો, તેમના જણાવ્યા અનુસાર પર શનિવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરુઆત થશે. આ સિવાય 13થી 20 તારીખ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે ચાર દિવસ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઘણાં સમયથી ગુજરાતીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે અષાઢી બીજથી રાજ્યમાં મેઘરાજાની પધરામણી થશે. ઉલ્લેખનીય છે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને કહેવામાં આવે છે કે રથયાત્રા પર જો અમીછાંટણા થાય તો તે વર્ષ શહેરીજનો માટે ફળદાયી સાબિત થાય છે.

 10 ,  1