પાકવીમો ન મળતા ખેડૂતોમાં રોષ, સરકાર વિરૂદ્ધ કર્યા સુત્રોચ્ચાર

રાજકોટના પડધરીમાં ખેડૂતોની માંગ વધુ ઉગ્ર બની છે. મામલતદાર કચેરીએ પાકવીમો ન મળતા 1 હજારથી વધુ ખેડૂતો એકત્ર થયા હતા અને બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચારો કર્યા હતા.

તેમજ પાકવીમા અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી. સાથે જ કોઇ પણ પક્ષના નેતાઓએ પડધરી તાલુકાના ગામડાઓમાં મત માગવા કે પ્રચાર કરવા ન આવવાની સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી હતી.

જો કે આ દરમિયાન ખેડૂતો વધુ ઉગ્ર બનતા મામલો બિચકાયો હતો અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતુ.

 94 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી