ખેડૂતો 6 ફેબ્રુઆરીએ દેશભરમાં કરશે ચક્કાજામ, દિલ્હી બોર્ડર પર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

ગાજિપુર બોર્ડર અને ટિકરી બોર્ડર પર ભારે બેરિકેડ્સ લગાવી દીધા

ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાવ બનાવવા માટે સંયુક્ત કિસાન મોર્ચાએ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં બપોરે 12 કલાકથી 3 કલાક સુધી રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગોને ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.

દિલ્હીની અલગ-અલગ સરહદો પર ચાલી રહેલ કિસાન આંદોલનને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી છે. ટીકરી બોર્ડર પર અહીં સીસીની દીવાલ બનાવી દેવામાં આવી છે. સાત લેયરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે અહીં રસ્કો ખોદીને લાંબા-લાંબા સળીયા નાખવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ પોલીસ વધુ એલર્ટ થઈ ગઈ છે. 

6 ફેબ્રુઆરીએ ભારત બંધ કરશે કિસાન

ઉલ્લેખનીય છે કે રવિવારે કિસાન નેતા સતનામ સિંહ પન્નૂએ ભારત બંધના સંકેત આપ્યા હતા. પન્નૂએ કહ્યુ કે, સોમવારની બેઠકમાં સહમતિ બન્યા બાદ તારીખની જાહેરાત કરવામાં આવશે. હવે કિસાનોએ 6 ફેબ્રુઆરીએ ભારત બંધ કરવાની જાહેરાત કરી છે. આ દિવસે ત્રણ કલાક સુધી કિસાનો રસ્તા પર ટ્રાફિકને રોકીને રાખશે. તમને જણાવી દઈએ કે આ પહેલા કિસાનોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી હતી, જેની અસર દેશના ઘણા રાજ્યોમાં જોવા મળી હતી. 

તો બીજી તરફ દિલ્હી પોલીસે દિલ્હી-ઉત્તર પ્રદેશને જોડનાર ગાજિપુર બોર્ડર અને ટિકરી બોર્ડર પર ભારે બેરિકેડ્સ લગાવી દીધા છે. કાંટાળા તારથી રસ્તો રોકવાનો પણ પ્રયાસ કરાયો છે. અનેક લેયરના બેરિકેડ્સ અને સીમેન્ટેડ વોલ્સ લગાવવામાં આવી છે. તો ગાજિપુર બોર્ડર પર રસ્તાઓ પર મોટા ખિલ્લાઓ લગાવવામાં આવ્યા છે.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર