કંપનીના બટાકાની FC-5 જાત પરના અધિકારો સમાપ્ત, હવે ખેડૂતો આ બટાકાનું કરી શકશે વાવેતર

અમેરિકાની મલ્ટીનેશનલ કંપની પેપ્સીકો સામે આખરે ખેડૂતોની જીત

ઉત્તર ગુજરાતમાં બટાકાના ખેડૂતો વિરૂદ્ધ દાવો ઠોકનારી અમેરિકાની મલ્ટીનેશનલ કંપની પેપ્સીકો સામે આખરે ખેડૂતોએ જીત મેળવી છે. દિલ્હીની પીપીવી એન્ડ એફ આર ઓથોરિટી ઈન ઈન્ડિયાએ આ કેસમાં ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા કંપનીનો બૌદ્ધિક સંપદાના નામે બીજ પરનો અધિકાર રદ્દ કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે બટાકાની FC-5 નામની જાત પરના પેપ્સીકોના બૌદ્ધિક અધિકારો સમાપ્ત થયા છે અને ખેડૂતાનો હક સર્વોપરી બન્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

વર્ષ 2019માં અમેરિકાની કંપની પેપ્સીકોએ વડાલી તાલુકાના 3 ગામના 4 ખેડૂતો પર પ્રત્યેક ખેડૂત દીઠ 1 કરોડના વળતરનો દાવો કર્યો હતો. જોકે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય દબાણ અને કંપનીની ઈમેજ ખરડાતા કંપનીએ દાવો પાછો ખેંચી લીધો હતો. પરંતુ બીજ અધિકાર પોતાની પાસે રાખ્યા હતા.

ત્યારે ખેડૂત એક્ટીવીસ્ટોએ દિલ્હીની પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફોર્મર્સ રાઈટ ઓથોરિટી ઈન ઈન્ડિયા સમક્ષ પેપ્સીકોનું FC-5 નામની બટાકાની જાતનું રજીસ્ટ્રેશન રદ કરવા અરજી કરી હતી. ત્યારે 30 મહિનાની લાંબી લડત બાદ આખરે દિલ્હી સ્થિત ઓથોરિટીએ ખેડૂતો તરફી ચૂકાદો આપતા પેપ્સીકોની તે જાત પરના અધિકારો સમગ્ર દેશમાં રદ્દ થઈ ગયા છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી