‘..BJP ને ઉન્હેં સિર્ફ વોટ બૈંક સમજા’, કાશ્મીરી પંડિતો પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

મુસ્લિમોએ પંડિતને ખીણમાંથી હાંકી કાઢ્યા નહોતા: અબ્દુલ્લા

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ શનિવારે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા ભાજપા પર કાશ્મીરી પંડિતોને લઇ ભાજપા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોએ હિજરતને કારણે ઘણું સહન કર્યું છે, તેમની પીડા અસંખ્ય છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કાશ્મીરના લોકોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો, તેમને વચનો આપવામાં આવ્યા, પરંતુ ક્યારેય પૂરા ન થયા.

પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતા અબ્દુલાએ જણાવ્યું કે કાશ્મીરી પંડિતોએ પલાયનથી ઘણું બધુ વેઠ્યું છે, તેમનું દર્દ અગણિત છે. તેમણે કહ્યું કે ભાજપે કાશ્મીરના લોકોને ફક્ત વોટબેંક માટે ઉપયોગ કર્યો. તેમને મોટા વાયદાઓ કરાવમાં આવ્યાં પરંતુ તે પાર પડાયા નથી. 

અબ્દુલાએ એવું કહ્યું કે છેલ્લા 3 દાયકાથી કાશ્મીરી પંડિતો સન્માનજક વાપસી અને પુનઃવસન માટે તરસી રહ્યાં છે. આ મુદ્દો ઘણો મહત્વપૂર્ણ છે. અબ્દુલાએ દાવો કરતા કહ્યું કે નેશનલ કોન્ફરન્સ એકમાત્ર એવી પાર્ટી છે જે ખીણમાં પંડિતોની વાપસી અને પુનઃવસન સુનિશ્ચિત કરી શકે છે. 

અબ્દુલ્લા કહ્યું  કે, “કેટલાક દળોએ વિચાર્યું હતું કે તેઓ પંડિતોને અહીંથી હાંકી કાઢશે અને કાશ્મીર પર કબજો કરશે, પરંતુ હું તેમને ચેલેન્જ કરુ છું કે તેઓ તેમના નાપાક ઇરાદાઓમાં ક્યારેય સફળ નહીં થાય. હું જમ્મુના લોકોનો આભાર માનું છું જેમણે ને કાશ્મીરી પંડિતોને ટેકો આપ્યો હતો.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી