ફારૂકે જવાનોની શહાદત ઉપર ઉઠાવ્યા સવાલો, મિશન શક્તિ પર કર્યા કટાક્ષ

નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અબ્દુલ્લાએ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાનોની શહાદત ઉપર પણ શંકા વ્યક્ત કરી છે. છત્તીસગઢના સહિત જવાનોનો ઉલ્લેખ કરતા ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે, પુલવામામાં 40 જવાનો શહીદ થવા પર મને શંકા છે.

ફારૂખે મિશન શક્તિને લઈને પણ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, કહીકતમાં તેનો શ્રેય પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપવો જઇએ. તમને જણાવી દઇએ, આ પહેલા ફારૂક અબદુલ્લાએ પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકને લઇ બીજેપીની નેતૃત્વવાળી મોદી સરકારના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.

 40 ,  3