ફાસ્ટેગએ બનાવ્યો નવો રેકોર્ડ, દરરોજ થઈ રહ્યું છે કરોડોનું ટ્રાન્જેક્શન

ભારતીય નેશનલ હાઇવે ઓથોરિટીએ કહ્યું છે કે નવા વર્ષથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત રહેશે. દેશમાં ફાસ્ટાગ દ્વારા ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ હવે રેકોર્ડ 50 લાખ ટ્રાન્ઝેક્શન સાથે 80 કરોડ રૂપિયા પર પહોંચ્યી ગયું છે. સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ નિયમોમાં તાજેતરના સુધારા દ્વારા ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

1 જાન્યુઆરી, 2021થી ફરજિયાત રહેશે ફાસ્ટાગ

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગો અને એમએસએમઇ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરીથી ફાસ્ટાગ (Fastag) ફરજિયાત કરવામાં આવશે. આ માટે ટોલ પ્લાઝા પર વિક્ષેપ વિના વાહનોની અવરજવર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ફાસ્ટેગ હાઇવેનો ઉપયોગ કરતા મુસાફરો માટે સમય અને બળતણ બંનેની બચત કરી રહ્યું છે.

27 બેંકોના દેશભરના નેટવર્ક સાથે કામગીરીમાં સરળતા

ફાસ્ટેગ દેશભરમાં 30,000 પોઇન્ટ ઓફ સેલ (POS) અને ફરજિયાત રીતે NHAIના ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. ફાસ્ટેગ એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યો છે. મિશન માટે 27 બેંકોએ ભાગ લીધો છે. ફાસ્ટેગમાં રિચાર્જ ભારત બિલ ચુકવણી સિસ્ટમ ઉપરાંત, યુપીઆઈ અને પેટીએમ ઉપરાંત માય ફાસ્ટેગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે.

મંત્રાલયે આ વર્ષે નવેમ્બરમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે 1 જાન્યુઆરી, 2021થી વધુ જૂનાં વાહનો અથવા 1 ડિસેમ્બર, 2017 પહેલા વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવશે. સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ નિયમો, 1989 મુજબ, 1 ડિસેમ્બર, 2017થી નવા ફોર વ્હીલર્સની નોંધણી માટે ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત પરિવહન વાહનોના ફીટનેસ સર્ટિફિકેટ માટે સંબંધિત વાહનનો ફાસ્ટેગ જરૂરી છે. રાષ્ટ્રીય પરમીટ વાહનો માટે ફાસ્ટેગ 1 ઓક્ટોબર, 2019 થી ફરજિયાત બનાવવામાં આવ્યા છે. નવા થર્ડ પાર્ટી વીમા માટે કાયદેસર ફાસ્ટેગ પણ ફરજિયાત કરાયા છે. જે 1 એપ્રિલ 2021થી અમલમાં આવશે.

 40 ,  1