ફક્ત ફટાકડા પર જ તલવાર કેમ? ઓટો મોબાઇલ દ્વારા પણ ફેલાય છે પ્રદૂષણ: SC

સમગ્ર દેશમાં ફટાકડાના વેચાણ, ઉત્પાદન અને તેને રાખવા પર પ્રતિબંધ લગાવવાની માંગના સંબંધમાં આજે સુપ્રિમ કોર્ટે જણાવ્યુ કે, ફક્ત ફટાકડા ફોડવાથી પ્રદૂષણ નથી ફેલાતુ. કાર અને ઓટો મોબાઇલ ઘણી મોટી માત્રામાં વાતાવરણને પ્રદૂષિત કરે છે. કોર્ટે ફટાકડાથી થનાર પ્રદૂષણ સંબંધી અરજી પર સુનવણી કરતા જણાવ્યુ કે, ફટાકડા જ પ્રદૂષણનું એકમાત્ર કારણ નથી.

આ મુદ્દે સુનવણી માટે સુપ્રિમ કોર્ટે આવનાર તારીખ 3 એપ્રિલ નક્કી કરી છે. તમને જણાવી દઇએકે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. યાચિકામાં એ વાત અંગે ઉલ્લેખ કરવામાં આવેલ છે કે ફટાકડાના કારણે પ્રદૂષણ તેના પીક લેવલ પર પહોંચે છે.

તે માટે તેની પર બેન લગાવવો જોઇએ. આ પહેલા ગત વર્ષે 23 ઓક્ટોબરે એક અરજી પર સુનવણી કરતા સુપ્રિમ કોર્ટે સમગ્ર દેશમાં કેટલીક શરતો સાથે દિવાળી પર ફટાકડાનું વેચાણ કરવાની પરવાનગી આપી હતી. સુપ્રિમ કોર્ટે જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં ફટાકડાના વેચાણ પર પૂર્ણ રીતે રોક લગાવવામાં આવી નથી. ફક્ત લાઇન્સ ધારક દુકાનદાર જ ફટાકડા વેચી શકશે.

તમને જણાવી દઇએકે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ માટે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. યાચિકામાં એ વાત અંગે ઉલ્લેખ કરવામાં આવેલ છે કે ફટાકડાના કારણે પ્રદૂષણ તેના પીક લેવલ પર પહોંચે છે. તે માટે તેની પર બેન લગાવવો જોઇએ. આ પહેલા ગત વર્ષે 23 ઓક્ટોબરે એક અરજી પર સુનવણી કરતા સુપ્રિમ કોર્ટે સમગ્ર દેશમાં કેટલીક શરતો સાથે દિવાળી પર ફટાકડાનું વેચાણ કરવાની પરવાનગી આપી હતી. સુપ્રિમ કોર્ટે જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં ફટાકડાના વેચાણ પર પૂર્ણ રીતે રોક લગાવવામાં આવી નથી. ફક્ત લાઇન્સ ધારક દુકાનદાર જ ફટાકડા વેચી શકશે.

 63 ,  3