September 25, 2020
September 25, 2020

સુરત: પાંડેસરામાં મનપાના સફાઇ કામદાર પર અંગત અદાવતમાં ઘાતક હુમલો, છરીના માર્યા ઉપરા છાપરી ઘા

મનપાના સફાઇકર્મી પર ચપ્પાના 30થી વધારે ઘા મારીને બે બદમાશ ફરાર

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સફાઇ કર્મચારી પર ઘાતકી હુમલો થયો છે. અજાણ્યા બે શખ્સોએ મનપાના સફાઇ કર્મચારી પર ઉપરા છાપરી 30-35 જેટલા ચાકુના ઘા મારી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઇ છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બીજી તર પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. હાલ સફાઇકર્મચારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની વિગત મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ 120 ફુટ રોડ પર પ્રમુખ ફરસાણ માર્ટની પાછળ સર્વોદયનગર સોસાયટી પાસે મનપાના સફાઈ કામદાર પોતાની ફરજ પર હાજર હતો ત્યારે બાઈક પર આવેલા બે ઈસમોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ગવલેસ ભગત નામના સફાઈ કામદાર પર 30 થી 35 ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. હુમલાના કારણે સફાઈ કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

હુમલા બાદ હુમલાખોર યુવાનો ચપ્પુ અને બાઈક મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટનાને પગલે કર્મચારી સાથે કામ કરતા અન્ય કર્મચારી દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતા.

હુમલા પાછળનું કારણ અકબંદ છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, હુમલો કરનારા યુવાનો લુખ્ખાગીરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ યુવાનો અમદાવાદ અને બરોડાથી તડીપાર કરવામાં આવ્યા છે. પોલીસે હાલ અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપા પાડવા તજવીજ હાથ ધરી છે.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર