દિવાળીના દિવસે કચ્છમાં ખેલાયો ખૂની ખેલ, જમીન વિવાદમાં પિતા-પુત્રની ઘાતકી હત્યા

હારુનવાંઢમાં જમીન મામલે પિતા-પુત્રની હત્યા, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ

દિવાળીના દિવસે કચ્છમાં ખૂની ખેલ ખેલાયો છે. એક સાથે બે લોકોની હત્યા થતાં હાહાકાર મચી ગયો છે. ખાવડાના હારુનવાંઢમાં એક જ સમાજના બે જુથ્થો વચ્ચે જમીન મુદ્દે મારામારી થઈ હતી. આ મારામારીની ઘટનામાં બેની હત્યા થઈ છે. જ્યારે સામે પક્ષે 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા છે. ફરિયાદના આધારે ખાવડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, ખાવડાના દિનારા નજીક હારૂનવાંઢમાં જમીનના ઝઘડામાં લોહી રેડાયું છે અને એક સાછે બબ્બે લોકોની ઘાતકી હત્યા કરી દેવાઇ છે. ડબલ મર્ડરના બનાવના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘે આપેલી પ્રાથમિક માહિતી મુજબ હારૂનવાંઢમાં ગૌચરની જમીન પર વાડા બનાવવા મુદ્દે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. પાંચ-છ શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે પિતા-પુત્ર પર તૂટી પડ્યાં હતા જેમાં ગંભીર ઇજાથી બંનેના મોત નીપજ્યાં છે.

મૃતક પિતા પુત્રમાં ભીલાલ ઇસ્માઇલ સમા અને ઇશાક ભીલાલ સમાનો સમાવેશ થાય છે. સામા પક્ષે ત્રણ લોકો ઘવાયાં છે અને ત્રણ જણાં ફરાર છે. ઘાયલોમાં દાઉદ જુમા, હકીમ રાયબ, સોયબ રાયબનો સમાવેશ થાય છે. જ્યારે હમીદ અબ્દ્રીમ, જુસબ દાઉદ અને રાયબ જુમા નામના આરોપીઓ ફરાર છે.

જો કે હાલ આ મામલે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધીર છે.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર