અમદાવાદ: સંબંધોને લજવતી ઘટના, 9 વર્ષની પુત્રી પર પિતાએ જ આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં સંબંધોને લજવતી એક ઘટના સામે આવી છે. શહેરના રામોલ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પિતાએ જ પોતાની 9 વર્ષની પુત્રી પર ગત તારીખ 17મી તારીખે દુષ્કર્મ આચર્યું હતું. માતાએ ફરિયાદ નોંધાવતા આરોપી પિતાને પોલીસે ઘરપકડ કરી છે.

મળતી જાણકારી આનુસાર, પિતા અને પુત્રી ઘરમાં એકલા હતા. માતા કંઇક કામ માટે બહાર ગઈ હતી. એકલતાનો ફાયદો ઉઠાવીને પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. માતા અને અન્ય પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં પિતા સામે ફરીયાન દાખલ કરાવી છે.

તે બાદ રરામોલ પોલીસે પોક્સો કલમ હેઠળ ફરીયાન નોંધી લીધી છે અને હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 16 ,  2