જામનગર : સગા બાપે માસૂમ બેટીને પીંખી નાખી, નરાધમે સગી દીકરી પર ગુજાર્યો બળાત્કાર

જોડિયા પંથકમાં હવસખોર પિતાએ પોતાની 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો

ફરી એકવાર જામનગર શર્મસાર થયું છે. જોડિયા પંથકનમાં નરાધમ બાપે સગી બેટીને પીંખી નાખતા ચકચાર મચી ગઇ છે. ૧૧ વર્ષની દીકરી પર સગા બાપે બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં નરાધમ પિતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પોલીસે આરોપી પિતાને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સભ્ય સમાજ હચમચી ગયો છે.

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ગ્રામ્ય પંથકની સીમમાં રહેતા શ્રમિક પરીવારની અગીયાર વર્ષની માસુમ પુત્રી પર સગા પિતાએ જ દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાને સકંજામાં લીઘો હોવાનુ જાણવા મળ્યુ છે.જોડીયા તાલુકાના ગ્રામ્ય પંથકના સીમ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરીવારની 11 વર્ષની માસુમ પુત્રી લગભગ ચારેક દિવસ પુર્વે ઘરે એકલી હતી અને તેના માતા વતનમાં ગયા હતા.

પુત્રીને તેના જ સગા પિતાએ હવસનો શિકાર બનાવી હતી.સતત બે દિવસ સુધી અમાનવીય કૃત્યથી માસુમ પણ એકદમ હતપ્રત બની ગઇ હતી અને સમગ્ર આપવીતીની તેની માતાને જાણ કરી હતી જેથી તુરંત જ પરત પહોચેલી માતાએ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.જયાં ભોગગ્રસ્તની માતા સહિતના પરીજને ઉકત ઘટનાથી પોલીસને માહિતગાર કરતા ફરીયાદ નોંધાઇ હતી. સ્થાનિક પોલીસે તુરંત જ જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાને સકંજામાં લીઘો હોવાનુ જાણવા મળ્યુ છે. બીજી બાજુ માસુમ પુત્રીને સગા પિતાએ જ વાસનાનો શિકાર બનાવી હતી.

 83 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર