‘પિતા સૈફ ગાળો બોલે છે, અને માતા અમૃતા પોર્ન સાઇટ ચલાવે છે..’ સારાનો ખુલાસો

જાણો કેમ સારા અલી ખાને જાહેરમાં આવું કહી દીધું?

બોલિવૂડની અભિનેત્રી સારા અલી ખાને પોતાના માતા પિતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ વિશે હાલમાં જ એવા નિવેદનો આપ્યા કે જાણીને તમે ચોંકી જશો. તેણે કહ્યું કે બાળપણમાં તેને એવું લાગતું હતું કે તેના માતા પિતા ખુબ નેગેટિવ લોકો છે. સારા સોશ્યલ મીડિયા પર પણ તે ખુબ સક્રિય રહે છે અને પોતાની ખુબસુરત તસવીરો શૅર કરતી રહે છે.

હાલમાં જ તેણે ખુલાસો કર્યો છે કે નાનપણમાં તે પોતાના માતા-પિતાને ખરાબ સમજતી હતી. સારાને લાગતું હતુ કે સૈફ ખાલી ગાળો જ બોલે છે અને તેની માતા પોર્ન સાઇટ ચલાવે છે. તેને લાગતું હતું કે અમૃતા અને સૈફ ખરાબ માણસો છે. તેણે કારણ પણ જણાવ્યું કે તે કેમ પોતાના માતા પિતા વિશે આવું સમજતી હતી.

સારા અલી ખાને નાનપણમાં પિતાની ફિલ્મ ઓમકારા જોઇ હતી. 2006માં આવેલી આ ફિલ્મમાં સૈફે લંગડા ત્યાગીની ભૂમિકા ભજવી હતી. તેમાં કરીના કપૂર ખાન, કોંકણા સેન શર્મા અને વિવેક ઓબરોય પણ હતા. તેના પહેલા વર્ષ 2005માં આવેલી ફિલ્મ કળયુગમાં અમૃતા સિંહ, કુણાલ ખેમુ સાથે નજર આવી હતી.

ઇન્ટરવ્યૂમાં ખુલાસો
એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો થયો કે આ બંને ફિલ્મની તેના પર શું અસર થઇ હતી. સારાએ કહ્યું કે, મને યાદ છે નાનપણમાં મેં આ બંને ફિલ્મ જોઇ તો મને લાગતું હતું કે મારા પિતા ગાળો જ બોલે છે અને મારી મા પોર્ન સાઇટ ચલાવે છે. આ વાત તે સમયે સહેજ પણ મજાક નહોતી. બાદમાં બંનેને જ્યારે નેગેટિવ રોલમાં નોમિનેટ કરવામાં આવ્યા તો હું વધારે હેરાન રહી ગઇ હતી.

સારા અલી ખાને કેદારનાથથી બોલીવૂડમાં ડેબ્યું કર્યું હતુ. બાદમાં તે સિમ્બા, કુલીનંબર 1, લવ આજ કલ 2માં નજર આવી હતી. હવે તે ખુબ જલ્દી અતરંગી રેમાં નજર આવશે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી