September 20, 2021
September 20, 2021

અમદાવાદ : પુત્રએ આપઘાત કરી લેતાં પિતાએ પણ વિરહમાં મોતને કર્યું વ્હાલું..

આર્થિક સંકળામણમાં પિતા-પુત્રનો આપઘાત

અમદાવાદ શહેરના પિતા-પુત્રની આપઘાતની કરૂણાંતિક ઘટના સામે આવી છે. મકરબા ખાતે આર્થિક સંકળામણને લઇ પુત્રએ ઓફિસમાં આપઘાત કરી લીધો હતો. તો બીજી તરફ પિતાને જાણ થતા તેમણે પણ મોતને વહાલું કરી દેતા ચકચાર મચી ગઇ હતી. ત્યારે આ મામલે સરખેજ અને બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં અવાર નવાર આપઘાતની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. જેમાં ખાસ કરીને આર્થિક સંકળામણને લઇ લોકો મોતનો રસ્તો અપનાવતા હોય છે. ત્યારે મેગાસીટી અમદાવાદમાં એક નહી પરંતું બે આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં પિતા-પિત્રએ દેવું થઇ જતાં મોતને વહાલું કર્યું છે.

વિગત મુજબ, પુત્રએ પહેલા મકરબા ખાતે તેની ઓફીસમાં આપઘાત કરી લીધો હતો. જેના કારણે પિતા ભારે આઘાતમાં સરી પડ્યા હતા. પરિણામે તેમણે પણ આઘાતમાં કરી લીધો હતો. એક સાથે પિતા-પુત્રના આપઘાતના સમાચારથી ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસમાં લાગી ગઇ હતી. તો બીજી તરફ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

પુત્ર અલ્પેશનું દેવું થઈ ગયું હતું. જેના કારણે તેણે આર્થિક સંકળામણમાં આવીને આપઘાત કરી લીધો હતો. પરંતુ પુત્રના આપઘાતને કારણે પિતા બળવંતરાય આઘાત સરી પડ્યા હતા. જેથી તેના વિરહમાં પિતાએ પણ આપઘાત કરી લીધો.

ઉલ્લેખનીય છે કે પુત્ર અલ્પેશે સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેમા તેણે કહ્યું હતુ કે હું મારી મરજીથી આ પગલું ભરી રહ્યો છું. આ સમગ્ર મામલે હાલ સરખેજ અને બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે

 29 ,  1