દીકરી વ્હાલનો દરીયો, બેટીની ઇચ્છા પૂરી ન થતાં પિતાનો આપઘાત

ઓનલાઇન અભ્યાસ માટે મોબાઇલની વ્યવસ્થા ન થતાં પિતાએ કર્યો આપઘાત

સુરતમાં એક કરૂણ ઘટના સામે આવી છે. ઓનલાઇન અભ્યાસ કરતી દીકરી માટે મોબાઇલ ફોનની વ્યવસ્થા ન થતાં મજબૂર પિતાએ તાણમાં આવી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

કોરોના મહામારી તેમજ લોકડાઉન બાદ અનેક પરિવાર આર્થિક મંદીના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેટલાંક તો રોજી રોટી ન મળતા મોતને વહાલું કરી રહ્યા છે. સુરતમાં આવી જ એક કરૂણ ઘટના સામે આવી છે. પિતા પોતાની ધોરણ 10માં ભણતી દીકરીના ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ ફોનની વ્યવસ્થા ન કરી શકતા માનસિક તાણ અનુભવતા હતા. ત્યારે પિતાએ આ માનસિક તાણને કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

ઘટનાની વિગત મુજબ, સુરતના ડુમસ રોડ પર આવેલા ગવિયર ગામ ભાઠીયા ફાર્મમાં વિવેક ફાર્મ ખાતે રહેતા બાપીભાઈ ઉલકાભાઈ નાયક તેજ ફાર્મ હાઉસમાં માળી  અને  વોચમેન તરીકે કામ કરતા હતા. ચાર બાળકો સહિત 6 સભ્યોના પરિવારના જીવન નિર્વાહમાં ઓછા પગારના કારણે તકલીફ પડતી હતી. તેમાં તેમની પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી તેને ઓનલાઈન અભ્યાસ કરાવવા માટે મોબાઈલ ફોન તેમજ ઈન્ટરનેટની પણ જરૂરીયાત ઊભી થતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

પરિવારનું ભરણપોશણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી અને તેમાં પણ પુત્રીના અભ્યાસ માટે મોબાઇલ ફોન ક્યાંથી લાવવો આ બાબતે છેલ્લા કેટલાક દિવસથી પિતા સતત માનસિક તાણમાં રહેતા હતા. ગતરોજ બાપી ભાઈ આવેશમાં આવી જઈને તાપી નદી કિનારે આવેલા એક ઝુપડામાં જઈ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવની જાણકારી મળતા બાપીભાઈના પરિવર સાથે પોલીસ પણ બનાવવાળી જગ્યા પર દોડી ગઈ હતી.

પરિવારના મોભીએ ભરેલા આ પગલાંને લઈને  પરિવર શોકમાં ગરકાઉ થઇ ગયો હતો. આ અંગે ડુમસ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર