Fathers day 2021 : દરેક બાળક માટે ‘સર્વશ્રેષ્ઠ હીરો’ હોય છે ‘પિતા’

દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવાય

આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં માતાનું સ્થાન સૌથી ઉંચુ છે પણ એનો અર્થ એવો જરા પણ નથી કે બાળકને ઉછેરવામાં પિતાની કોઈ જ ભૂમિકા હોતી નથી.આપણે જેટલું માન સન્માન એક માં ને આપીએ છીએ એટલું કદાચ પિતાને આપતા નથી. હકીકતમાં તો એક પિતા જ સમગ્ર ઘરની સંભાળ અને જરૂરિયાતનું ધ્યાન રાખે છે.

એના માટે ભલે ગમે તેટલી તકલીફો સામે લડવાનું થાય તો પણ તે સંઘર્ષ કરે છે. બાળકને જ્યારે પણ કોઈ તકલીફ પડે છે ત્યારે માતાને તો દુ:ખ થાય છે તો શું એક પિતાને દુ:ખ થતુ નહીં હોય ?

હાં એ વાત અલગ છે કે પિતા હોવાને સંબંધે તે દુનિયાની સામેપોતાના આંસુ બતાવી શકતો નથી. આજે ફાધર્સ ડે છે તો આવો જાણીએ શું કામ આ દિવસને મનાવવામાં આવે છે. ફાધર્સ ડે દુનિયામાં પિતાને સન્માન આપવા માટે મનાવવામા આવે છે. આ દિવસ જૂન મહિનાનાં ત્રીજા રવિવારે આવે છે.

એના માટે ભલે ગમે તેટલી તકલીફો સામે લડવાનું થાય તો પણ તે સંઘર્ષ કરે છે. બાળકને જ્યારે પણ કોઈ તકલીફ પડે છે ત્યારે માતાને તો દુ:ખ થાય છે તો શું એક પિતાને દુ:ખ થતુ નહીં હોય ?

હાં એ વાત અલગ છે કે પિતા હોવાને સંબંધે તે દુનિયાની સામેપોતાના આંસુ બતાવી શકતો નથી.આવતીકાલે ફાધર્સ ડે છે તો આવો જાણીએ શું કામ આ દિવસને મનાવવામાં આવે છે.ફાધર્સ ડે દુનિયામાં પિતાને સન્માન આપવા માટે મનાવવામા આવે છે. આ દિવસ જૂન મહિનાનાં ત્રીજા રવિવારે આવે છે.
ત્યારપછી તો 1916 માં અમેરિકાનાં રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને પણ આ દિવસ ઉજવવાની માન્યતા આપી દિધી. ત્યારબાદ 1924 માં રાષ્ટ્રપતિ કૈલ્વિન કુલિઝે તેને રાષ્ટ્રીય આયોજન પણ જાહેર કરી દીધું.

1966માં પહેલી વાર રાષ્ટ્રપતિ લિંડન જૉન્સને જૂન મહીનાનાં ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવાનું નક્કી કર્યું. જો કે 1972માં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન દ્વારા નિયમિત રીતે ફાધર્સ ડે જાહેર કરવામાં આવ્યો.

 16 ,  1