નુસરત જહાંએ કંઇક આવી રીતે આપ્યો ફતવાનો જવાબ Pics

તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પશ્વિમ બંગાળની બશીરહાટ લોકસભા સીટ પર જંગી જીત મેળવીને સંસદ પહોંચેલી નુસરત જહાં વિરુદ્ધ દેવબંદના મૌલવીઓએ ફતવો બહાર પાડ્યો છે.

નુસરતે ફતવા વિશે નિવેદન આપ્યું કે મારો ધર્મ મુસ્લિમ છે અને હું મુસ્લિમ જ રહીશ પરંતુ મારી આસ્થા કપડા અને પહેરવહેશથી વિશેષ ઉપર છે.

હકીકતમાં નુસરતે તાજેતપમાં જ કલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે હિન્દુ રિતીરિવાજ અનુસાર લગ્ન કર્યા છે.

લગ્ન બાદ તે મંગળસૂત્ર અને માથામાં સિંદૂર સાથે સંસદ પહોંચી હતી. નવવધુના રૂપમાં તેણે સંસદ પહોંચીને શપથ ગ્રહણ કર્યા હતા. આ વાત મુસ્લિમ ધર્મગુરુઓને પચી નહી અને તેમણે ફતવો બહાર પાડ્યો.

મુસ્લિમ ધર્મગુરુ મુફ્તી અસદ વાસીમે નુસરતના હિન્દી રિતીરિવાજથી લગ્ન અંગે જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેણે જૈન સાથે લગ્ન કર્યા છે.

ઇસ્લામ કહે છે કે એક મુસલમાન ફક્ત મુસલમાન સાથે લગ્ન કરી શકે છે. બીજી વાત એ છે કે નુસરત જહાં એક ફિલ્મી એક્ટર છે. આ એક્ટરો માટે ધર્મનું કોઇ મહત્વ નથી.

તેમ છતાં નુસરતે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. તેણે આ તસવીરો મૂકી આડકતરી રીતે ફતવો બહાર પાડનારા લોકોને જવાબ આપ્યો છે.

નુસરતની આ તસવીરો સોશિયલ મીડિયામાં વારઇલ થઈ રહી છે. આ તસવીરોના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. જ્યારે કેટલાકા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યાં છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી