ભારત સરકારને ડર- વિદેશી કંપની બેંકોના નાણાં જપ્ત કરી લેશે..!

નાણામંત્રાલયે તમામ સરકારી બેંકોને સતર્ક રહેવા આપી સુચના..

જાહેર ક્ષેત્રની બેંકો(પીએસબી)ની વિદેશમાં જમા રકમને બ્રિટિશ કંપની કેયર્ન એનર્જી દ્વારા જપ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવી શકે છે તેમ નાણા મંત્રાલયે ભારતની સરકારી બેંકોને જણાવ્યું છે અને સતર્ક રહેવાની સલાહ આપી છે..!.આ પ્રકારની સુચના કદાજ પહેલીવાર આપવામાં આવી હોવાનું મનાય છે.

ભારત સરકારની સાથે બ્રિટનનીજાણીતી કંપની કેયર્ન એનર્જીનો ટેક્સ વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ અંતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચ્યો હતો અને આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારત સરકારની વિરુદ્ધમાં અને કેયર્ન એનર્જીના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે ભારત સરકારના પાછલી અસરથી ટેક્સ ચૂકવવાના આદેશને ફગાવી દીધો હતો અને ભારત સરકારને કેયર્ન એનર્જીને ૧.૨ અબજ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ભારત સરકારે આ રકમ ચૂકવી નથી અને તેણે આ આદેશ વિરુદ્ધ અપીલ દાખલ કરી છે. આ અગાઉ કેયર્ન એનર્જાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો તેને ૧.૨ અબજ અમેરિકન ડોલર અને તેના પર વ્યાજ તથા દંડની રકમ ચૂકવવામાં નહીં આવે તો તે વિદેશમાં ભારતની સંપત્તિઓ જપ્ત કરવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો કેયર્ન ઇન્ડિયા આ પ્રક્રિયા હાથ ધરે તો ભારતની સરકારી બેકોની વિદેશમાં સ્થિત સંપત્તિઓન સરળતાથી નિશાન બનાવી શકાય તેમ હોવાથી ભારત સરકારે દેશની સરકારી બેંકોને આ સંદર્ભમાં સતર્ક રહેવા જણાવ્યું છે. જેથી કેયર્ન એનર્જી સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી શકાય.

કેયર્ને ૧૯૯૪માં ભારતના ઓઇલ અને ગેસ સેક્ટરમાં રોકાણ કર્યુ હતું. દસ વર્ષ પછી કંપનીએ રાજસ્થાનમાં મોટું તેલ ભંડાર શોધી કાઢ્યું હતું. ૨૦૦૬માં આ કંપની બીએસઇમાં પણ લિસ્ટેડ થઇ હતી. પાંચ વર્ષ પછી ભારત સરકારે પાછલી તારીખના ટેક્સ કાયદાને આધારે કેયર્ન દ્વારા કરવામાં આવેલ પુનર્ગઠન માટે ૧૦,૨૪૭ કરોડ રૂપિયાના ટેક્સની સાથે વ્યાજ તથા દંડની રકમ ચૂકવવા જણાવ્યું હતું.

 32 ,  1