રાજકોટમાં 1,500 રૂપિયા આપો, સેમ્પલ વગર કોરોના નેગેટિવ રિપોર્ટ મેળવો…!

કોરોના રિપોર્ટ નેગેટિવ બનાવવાનું કૌભાંડ સામે આવતા તંત્ર આવ્યું હરકતમાં

ચૂંટણી બાદ કોરોનાએ ફરી મોં ફાડ્યું છે અને દરરોજ કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ આવા ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ કેટલીક લેભાગુ લેબોરેટરી લૂંટ ચલાવવા મેદાને ઉતર્યા છે, અને પોતાના આર્થિક સ્વાર્થ માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને કોરોનાને આમંત્રણ આપવાનું કાર્ય કરી રહ્યા છે, આ સમગ્ર ઘટના જાગૃત નાગરિકને ધ્યાને આવતા મીડિયાને જાણ કરાઈ હતી. જેમાં ખોટા રિપોર્ટ આપતા દલાલનો સંપર્ક કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

મળતી માહિતી મુજબ રાજકોટમાં નેગેટિવ રિપોર્ટ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મહાદેવ કલેક્શન સેન્ટર ચલાવતા પરાગ જોશી દ્વારા આ કૌભાંડ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જેઓ 1500 રૂપિયા લઈ નેગેટિવ રિપોર્ટ આપી લોકોના આરોગ્ય સાથે ચાલતી ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયો છે. આ મામલે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

લોકો પાસેથી રૂ.1500 લઇ તેના બદલમાં સેમ્પલ વગર જ કોરોના રિપોર્ટ કરીને લોકોના આરોગ્ય સાથે ચાલતા ચેડાં અને ઉઘાડી લૂંટનો શુક્રવારે પર્દાફાશ કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. અને મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ કરતા જ નાયબ આરોગ્ય અધિકારી પુરાવા સાથે પોલીસ મથકે દોડી ગયા હતા અને નેગેટિવ રિપોર્ટ બનાવતા પરાગ જોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કલેક્ટરે પણ આ મામલે અહેવાલ તૈયાર કરવા જિલ્લા આરોગ્ય અધિકારીને તાકીદ કરી હતી.

 38 ,  2