હોઠોની પ્લાસ્ટિક સર્જરીને કારણે ટ્રોલ થઈ રહી છે ‘નાગિન’

‘રોમિયો અકબર વોલ્ટર’નાં પ્રમોશનમાં વ્યસ્ત મૌની રોય ફિલ્મની જગ્યાએ તેનાં હોઠોને કારણે ચર્ચામાં છે. હાલમાં મૌની રોયની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહી છે. જેમાં લિપની પ્લાસ્ટિક સર્જરીને કારણે તે ટ્રોલ થઈ ગઈ છે.

કરન કક્કડ નામનાં એક યુઝરે લખ્યુ કે, ‘જુઓઆ એક બતક છે.. અરે ના.. આ તો મૌની છે.. ‘ કરિશ્માએ લખ્યું, ‘પ્લાસ્ટિક, પ્લાસ્ટિક.. પ્લાસ્ટિક.’ તો SL Trendings નામનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કમેન્ટ આવી છે કે, ‘તે પ્લાસ્ટિક સર્જરીને પ્રમોટ કરી રહી છે.’ તસવીર પર યૂઝર્સની નજર એવી ચઢી કે સૌમ્યા નામની એક યુઝરે તો લખી નાખ્યું કે, ‘કઇ વાતનો એટિટ્યૂડ છે.. તે ખુબજ ખરાબ દેખાઇ રહી છે.’

આવું પહેલી વખત નથી થયુ કે મૌની રોય તેનાં લૂક્સને કારણે ટ્રોલ થઇ હોય. આ પહેલાં પણ તે પ્લાસ્ટિક સર્જરી અને બદલાયેલા લૂકને કારણે ટ્રોલર્સ થઇ હતી.

સ્મોલ સ્ક્રિન પર હિટ ઇનિગં બાદ હવે બોલિવૂડની રાહે ચાલનારી ‘નાગિન’ ટૂક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે ‘બોલે ચૂડિયા’માં નજર આવશે.

 136 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી