રાજકોટમાં કેન્સરની બીમારીથી કંટાળીને ત્રણ દીકરીઓના પિતાએ કર્યો આપઘાત

દેકીવાડિયા હોસ્પિટલની છત પરથી આધેડે લગાવી છલાંગ !

રાજકોટ શહેરના કેનાલ રોડ પર આવેલી દેકીવાડિયા હોસ્પિટલની છત પરથી પટકાતા આધેડનું મોત નિપજ્યું છે. હાલ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં શુક્રવારની રાત્રે 10 વાગ્યા આસપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર દેકીવાડિયા હોસ્પિટલની છત પરથી પટકાતા હોસ્પિટલના કર્મચારી કરપૈયાભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પંચનામાની કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મૃતક કરપૈયા ભાઈ સાથે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે, મૃતક કરપૈયા ભાઈ ઘણા વર્ષોથી હોસ્પિટલમાં સિક્યુરિટી મેન તરીકે ફરજ બજાવતા હતા. અને છેલ્લા ઘણા વર્ષોથી તેમને મોઢાનું કેન્સર થયું હતું તો તેમજ જ તેમની માનસિક અવસ્થા પણ યોગ્ય નહોતી. જેથી તેઓ રાજકોટના નામાંકિત ડોક્ટરની દવા પણ લેતા હતા. આમ આ લાંબા સમયથી ચાલી આવતી બીમારીથી કંટાળી ગયા હતા. ત્યારે શક્ય છે કે તેઓ બીમારીથી કંટાળીને આપઘાતનું પગલું ભર્યું હોય.

 13 ,  1