અમદાવાદ : પ્રેમીના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોથી કંટાળી બે સંતાનની માતાએ કર્યો આપઘાત

મોત પહેલા સુસાઇડ નોટ લખી પ્રેમીને જવાબદાર ઠેરવ્યો

અમદાવાદમાં નવાવાડજ વિસ્તારમાં બે સંતાનોની માતાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. મોત પહેલા પરણિતાએ એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં પ્રેમીના અન્ય સ્ત્રીઓ સાથે સબંધ હોવાનો ઉલ્લેખ કર્યો છે. મહિલાએ લખ્યું હતું કે મન અને શરીર સાથે રમત રમી છે તેને સજા થવી જોઇએ… આ મામલે વાડજ પોલીસે પ્રેમી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

નવા વાજડ ખાતે રહેતા અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા પંકજ બાવાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ સવારે દૂધ લઇને ઘરે પરત આવ્યા તો જોયુ તો પત્ની પંખા સાથે લટકટી હલતમાં મળી આવી હતી. પંખા સાથે દુપટ્ટો બાંધી પત્નીએ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ પોલીસ સ્થળ પર પહોંચી તપાસમાં લાગી હતી.

તપાસ દરમ્યાન એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક મહિલાએ લખ્યું હતું કે, હું મારા બે છોકરાઓને રખડતાં છોડી જાઉં છું, એના માટે મને મારા બે છોકરાઓ માફ કરજો મેં મારી જીંદગીમાં બહુ મોટી ભૂલ કરી છે અને મનીષ પ્રજાપતિ સાથે સંબંધ રાખ્યો છે. એ માણસ મારા મન અને શરીર સાથે રમત રમી રહ્યો હતો. છેલ્લા એક વર્ષથી એની સાથે મારા ખરાબ સંબંધ હતા. અને એણે જીદ કરી હતી કે, તને લવ કરૂ છું અને હવે મને ખબર પડી તે એના જીવનમાં મારા જેવી ઘણીબધી સ્ત્રી સાથે તેના ખરાબ સંબંધ છે અને હું એના આ ખરાબ સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરૂ છું..

અંતમાં મહિલાએ લખ્યું હતું કે, મારા મોતનું કારણ મનીષ પ્રજાપ્રતિ છે, જે ભીમજીપુરાના ચંદ્રભાગામાં સૌરભ સ્કૂલ પાસે રહે છે અને તેને સજા મળવી જોઇએ.. આ મામલે વાડજ પોલીસે આરોપી મનિષ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધી તજવીજ શરૂ કરી છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી