અમદાવાદ : પત્ની અને સાસુના ત્રાસથી તંગ આવી યુવકે ફીનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ

પત્ની- સાસરીયાના ત્રાસથી યુવકે ફીનાઈ પીધું, નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

અમદાવાદ શહેરના નરોડ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પત્ની અને સાસુના ત્રાસથી યુવકે ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે નરોડા પોલીસે યુવકની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા અને મોબાઈલની દુકાનમાં નોકરી કરતા 30 વર્ષીય યુવક તેની પત્ની અને દિકરી સાથે છેલ્લા બે મહિનાથી સાસરીમાં રહેતો હતો. જો કે યુવકે તેની પત્નીને તેની સાથે પોતાના ઘરે જવાનું કહેતા પત્ની તેની સાથે આવવાની ના પાડી ઝઘડો કરવા લાગતી હતી. જેથી યુવક તેના સાળાને આ અંગે વાત કરી ત્યારે તેનો સાળો પણ યુવક સાથે ઝઘડો કરી ગાળો બોલી મારઝુડ કરવા લાગ્યો હતો. તંગ આવેલ યુવક પોતાના ઘરે રહેવા માટે ચાલ્યો ગયો હતો. દિવસો વિતવા લાગ્યા તેમ છતા તેની પત્ની તેના પિયરથી પરત આવી ન હતી. જેથી યુવકે પત્નીને ફોન કરી પરત આવવા જણાવ્યું ત્યારે પત્ની,સાળો અને સાસુ ભેગા થઈને અપશબ્દો બોલી અપમાનીત કરવા લાગ્યા હતા. જેથી તંગ આવીને યુવકે પોતાના ઘરમાં પડેલુ ફીનાઈ પી લીધું હતુ. આ અંગેની જાણ યુવકની બહેનને થતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી બાજુ આ ઘટનાની જાણ નરોડા પોલીસને થતા પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યાં યુવકે તેની પત્ની,સાળો અને સાસુના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

યુવક સાથે અવાર નવાર ઝઘડો કરતી

યુવક તેની પત્નીને પોતાના ઘરે જવાનું કહેતો ત્યારે પત્ની યુવકને મેણા મારતી હતી કે, આજ દીન સુધી મારા ભાઈએ મને ખવડાવ્યુ છે જેથી હું અને મારી દીકરી તારી સાથે નઈ આવીએ તેમ કહીને અવાર નવાર ઝઘડો કરી યુવકને હેરાન કરતી હતી.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર