ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત

પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાઇ મોતને કર્યુ વહાલું

અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે. 

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી પ્રમાણે ભિલોડાની પોલીસ લાઇનના ક્વાર્ટર ખાતે રહેતા અને એલઆરડી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય મંગુબેન નિનામાએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે. પતિ સાથે ઘરકંકાસને લઈને મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધાનું પોલીસનું માનવું છે. મહિલાના પતિ એસઆરપીમાં ફરજ બજાવે છે. બનાવ બાદ ભિલોડા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

 84 ,  1