મહિલા PSI અમિતા જોશીના આપઘાત મામલે સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો, પિતાએ લગાવ્યા ગંભીર આરોપ

સુરતના ઉધનાનાં મહિલા PSI અમિતા જોશીએ 5 ડિસેમ્બરના રોજ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. ત્યારે આ આપઘાત મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મૃતક PSI જોશીના પિતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતક PSI જોશીના પતિ વૈભવ વ્યાસ, સસરા, સાસુ તેમજ પતિની બે બહેનો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં આપઘાતની દૂષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદમાં પિતાએ જણાવ્યું છે કે, મારી દીકરી અમિતા 2011માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી. 2018માં તેની સુરતમાં બદલી થઈ હતી. અમિતાના લગ્ન ભાવનગર તળાજા રોડ પર રહેતા જીતેશ ઉર્ફે જિતુ ઉર્ફે જિતેન્દ્ર વ્યાસના દીકરા વૈભવ સાથે થયા હતા. વૈભવ અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 3-એપ્રિલ-2016માં અમિતાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તેનું નામ જૈમિન છે. અમિતાની સુરત બદલી થતાં તે ફાલસાવાડીમાં ક્વાર્ટર્સમાં રહેતી હતી. ત્યારે તેના સસરા જીતેશ, સાસુ હર્ષાબેન, નણંદ અંકિતા ધવન મહેતા અને મનીષા હરદેવ ભટ્ટ અમિતાને ત્યાં આવ્યાં હતાં. તેનાં સાસુ-સસરા-નણંદ સુરતથી જતાં ત્યારે જૈમિનને સાથે લઈ જતાં હતાં.

અમિતા ફોન પર મારી બીજી દીકરી કાજલ(અમિતાની નાની બહેન)ને વૈભવના બહારના આડાસંબંધો અને સાસરિયાં તેના આખા પગારની માગણી કરતાં હોઈ અને જૈમિનને પણ પોતાની સાથે ન રાખતા હોય એવી વાતો કરતી હતી. મારી દીકરીએ પોતાના નામે ફ્લેટ તેમજ બ્રિઝા કાર ખરીદી કરેલી એ બાબતે પણ સાસુ-સસરા, નણંદ તથા વૈભવ વારંવાર કેમ તે તારા નામે આ બધું કરી લીધું છે. વૈભવના નામે કેમ કાંઈ નથી લેતી એમ કહી હેરાન કરતાં હતાં.

વૈભવના આડાસંબંધોને કારણે અમિતાએ બનાવના અઠવાડિયા પહેલાં મારી દીકરી કાજલ સાથે છૂટાછેડા લેવા બાબતે તેમજ જૈમિનને રાજકોટ મૂકી જા અને મારી પણ રાજકોટ બદલી કરાવી લઈશ એવી વાત કરી હતી. મહિધરપુરા પોલીસમાં અમિતાએ આપઘાત કર્યાની જાણ થઈ હતી. ગોળી વાગી મોત થવું અને જિતુભાઈએ મને જાણ કરેલી તેના પરથી ફલિત થાય છે કે વૈભવની હાજરી સુરતમાં હોય એવી મને શંકા છે.

પિતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છેે કે, મારી દીકરીએ પહેરેલું ટીશર્ટ શોલ્ડરના ભાગે થોડું ફાટેલું હતું. એ ટીશર્ટ પહેલાં અગાઉના દિવસે મારી દીકરી કાજલ સાથે વિડિયો કોલમાં એક્સરસાઇઝ કરતી હતી ત્યારે ફાટેલું જણાયું ન હતું. અમારા કુટુંબમાં એ બાબતે શંકા છે કે અમિતાએ આત્મહત્યા કરી નથી, પરંતુ આનું મોત થયેલું કે કરાવેલું છે એવી શંકા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસમાં અમિતાના પતિ દ્વારા તેને નોકરી છોડી દેવા માટે વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમિતા જોશી અને તેના પતિ વૈભવ પહેલા ભાવનગરમાં કોન્સ્ટેબલ હતા ત્યારે જ બંન્નેની સગાઇ હતી. જો કે ત્યાર બાદ અમિતા જોશીએ પીએસઆઇની પરીક્ષા આપી હતી. જેમાં તે સફળ રહ્યા હતા. 5 ડિસેમ્બર 2014ના રોજ તેમના લગ્ન થયા હતા. અમિતા જોશીની બદલી બાદ વૈભવ પણ બદલી કરાવીને સુરત ગયો હતો.

બાળકની સારી સંભાળ માટે પતિ પત્ની બંન્ને એકબીજા પર નોકરી છોડવા માટે દબાણ કરતા રહેતા હતા. તે મુદ્દે બંન્ને વચ્ચે અનેકવાર તણખા પણ ઝરતા રહેતા હતા. 

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર