..અને 13 જ દિવસમાં એક ઘા અને બે કટકા, સલામ માણેકશાને..

જ્યારે 3 ડિસેમ્બરે લશ્કરે પૂર્વ પાકિસ્તાન તરફ કૂચ શરૂ કરી.

ઇન્દિરા ગાંધીએ જનરલની સલાહ માની અને ફળી..

પાકિસ્તાનને એ પીડા ભારતની જેમ સતાવતી હશે..

ભાગવત- ઇસ્લામાબાદ પર લહેરાશે તિરંગો..

મુજીબર રહેમાન-મુક્તિ બાહિની-બાંગ્લાદેશ અને સમસ્યા

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

આરએસએસના વડા મોહન ભાગવતનું માનવુ છે કે ભારતના ભાગલા પાડવાથી વિભાજનનું જે દુખ છે, જે પીડા છે તે ત્યારે જ દૂર થશે કે જ્યારે વિભાજન અગાઉની પરિસ્થિતિનું નિર્માણ થાય. અર્થાત ફરીથી ભારત એક થાય. 1947માં ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનનું સર્જન થયું.લાખો લોકો બેઘર બન્યા અને લાખોની કત્લેઆમ થઇ. રાતોરાત લોકોને ઘરબાર બધુ મૂકીને જાન બચાવવા એક દેશમાંથી બીજા દેશમાં જવુ પડ્યું. પોતાની નજરની સામે સ્વજનની કત્લેઆમ થઇ હોય, રેપ થયા હોય, બધુ જ લૂંટી લેવાયુ હોય અને પહેરેલ કપડે નિકળી જવુ પડ્યુ હોય એ વેદના, એ પીડા કોઇ ભૂલી શકે તેમ નથી. વિભાજનના પગલે પંજાબ-લાહોર-કરાચી-રાવળપિંડી વગેરેથી જેઓ પીડા વેઠીને ભારત આવ્યાં અને જિવિત છે તેઓ અને તે વખતે કિશોર અવસ્થામાં રહેલાઓ વર્ષો પછી હજુપણ એ લોહિયાળ દ્રશ્યો યાદ કરીને ઉંઘમાંથી ઝબકીને જાગી જતાં હશે.

ભાગવતનું માનવુ છે કે એ પીડા ત્યારે જ દૂર થશે કે જ્યારે પાકિસ્તાનનો ફરીથી ભારતમાં સમાવેશ થાય અને અખંડ ભારતનું નિર્માણ થાય. પાકિસ્તાન અને હિન્દુસ્તાન ક્યારે એક થશે એ તો સમંય કહેશે પણ 1947માં ભારતમાંથી લાહોરવાળા પાકિસ્તાનની સાથે હાલનું ઢાકાવાળા બાંગ્લાદેશને પણ ભારતથી અલગ કરીને પાકિસ્તાનને આપવામાં આવ્યુ તેની કોઇ ખાસ નોંધ લેવાતી નથી. આજનું બાંગ્લાદેશ તે વખતે પૂર્વ પાકિસ્તાન અને કરાચીવાળુ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન ગણાતુ. બન્ને વચ્ચે 1600 કિ.મી.નું અંતર હતું. પૂર્વ પાકિસ્તાનવાળો હિસ્સો અંગ્રેજોએ ક્યા આધારે જિન્નાહને સોંપ્યો અને તે વખતે હિન્દુસ્તાનના નેતાઓએ તેનો કેમ સ્વીકાર કર્યો તે એક રહસ્ય જ કહી શકાય…

ભૌગોલિક રીતે ભારતને પસાર કરીને 1600 કિ.મી. દૂર આવેલા પ્રદેશ પર શાસન કરવુ અને તે પણ જ્યાં મોટાભાગની વસ્તી આમાર સોનાર બાંગ્લા..વાળી રહેતી હોય તેના પર રાજ કરવુ મુશ્કેલ બને. અને થયું પણ એવુ જ..16 ડિસે.1971ના રોજ પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનથી અલગ પડી ગયું. પાકિસ્તાના બે ટુકડા કરીને ભારતે પોતાના 1947ના વિભાજનનો બદલો લીધો અને પૂર્વ પાકિસ્તાન ત્યારબાદ બાંગ્લાદેશના નવા નામે દુનિયાના નકશા પર ઉભરી આવ્યું ..તેનો જશ તે વખતના ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને ભારતના પારસી આર્મી ચીફ ફિલ્ડ માર્શલ જનરલ સેમ માણેકશાને ફાળે જાય છે.

ઇતિહાસ પર નજર નાંખીએ તો ઢાકામાં અવામી લીગ પાર્ટીના શેખ મુજીબર રહેમાન અને તેની મુક્તિ બાહિનીએ ભારતની આંતરિક મદદથી પૂર્વ પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દેવાનો જે તખ્તો તૈયાર કર્યો હતો તેના પગલે માર્ચ-એપ્રિલ 1971માં પૂર્વ પાકિસ્તાન પર લશ્કરી હુમલો કરવાનું મન ઇન્દિરા ગાંધીએ બનાવ્યુ અને માણેકશાને બોલાવીને ઢાકા પર હુમલો કરવા કહ્યું. ઇન્દિરાનો નિર્ણય રાજકિય હતો જ્યારે લશ્કરી વડાને વાસ્તવિક સ્થિતિના આધારે યુધ્ધ જીતવાનું હોય છે. માણેકશાએ વડાપ્રધાનને પ્રેમથી કહ્યું કે હાલમાં તે શક્ય નહીં બને. ચોમાસુ જવા દો તે પછી અમે હુમલો કરીએ તો હું તમને ખાતરી આપુ છું કે જીત આપણી થશે. ઇન્દિરાએ લશ્કરી વડાની વાત માની લીધી અને ચેોમાસુ પૂરુ થવાની રાહ જોવા લાગ્યા.

માણેકશા એક અનુભવી લશ્કરી વડા હતા. તેઓ જાણતા હતા કે એ વિસ્તારમાં ચોમાસામાં કાદવ-કિચડવાળી જમીનમાં ટેન્કોને અને પાયદળના સૈનિકોને યુધ્ધ જિતવામાં મુશ્કેલી પડે. એટલે તેમણે ચોમાસુ પુરૂ થાય અને જમીન સૂકાઇ જાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું હતું. ત્યાં સુધી ભારત દ્વારા મુજીબર રહેમાનની મુક્તિ બાહિનીને છુપી રીતે તમામ પ્રકારની લશ્કરી તાલીમ અને શ્સ્ત્રસંરજામ આપીને યુધ્ધ વખતે ભારતના લશ્કરીની સાથે રહે તેની રણનીતિ અપનાવી હતી. તે અગાઉ એટલે કે 1947 બાદ પૂર્વ પાકિસ્તાન કે જે પૂર્વ બંગાળ પ્રદેશ તરીકે ભારતનો એક હિસ્સો હતો અને મોટાભાગના લોકો બાંગ્લાભાષી હતા તેમણે ભાષાને લઇને 1950માં ચળવળ શરૂ કરી દીધી હતી. 1964માં લાહોર-કરાચીના ઇશારે નરસંહારની ઘટના બની અને મોટા પાયે બંગાળીઓની હત્યા કરવામાં આવી હતી..1969માં સમગ્ર પૂર્વ પાકિસ્તાનમાં વિરોધ શરૂ થયો અને તે વખતના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયબૂખાને રાજીનામુ આપીન તે વખતના લશ્કરીવડા યાહ્યાખાનને સત્તા સોંપી હતી.

ભારતે પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની રણનીતિમાં મુજીબર સહિત અન્યોને તમામ પ્રકારની સાધનસહાય આપવાનું શરૂ કર્યું હતું જેમાં “રો-RAW”ની ખાસ ભૂમિકા હતી. 1970 અને 1971 આવતા આવતા લોહા ગરમ હૈ માર દો હથોડા…જેવી એવી સ્થિ ઢાકામાં બની કે ભારતના લશ્કરના એક હથોડે ટુકડા થઇ જાય તેમ હતું. પણ માણેકશાએ ધરપત રાખવા કહ્યું અને ચોમાસા બાદ માણેકશાએ પોતાની કામગીરી આરંભી હતી.

??????

ભારત પૂર્વ પાકિસ્તાનમાં ડખલ કરે છે અને સરકાર વિરોધીઓને મદદ કરે છે એવો પ્રચાર લાહોર વગેરે.માં 1971માં નવેમ્બરમાં શરૂ થઇ ગયો હતો.ભારત વિરોધી વાતાવરણ સર્જાયુ હતું. “ભારતને કચડો” એવો પ્રચાર પણ ત્યાંના મિડિયામાં શરૂ થયો હતો. અને 3 ડિસેમેબર, 1971ના રોજ સાંજે 5 વાગીને 40 મિનિટે પાકિસ્તાન વાયુદળના વિમાનોએ પોતાના કોડવર્ડ ઓપરેશન ચંગીઝખાન હેઠળ ભારતમા ઘૂસી આવીને છેક આગરા સુધી હુમલાઓ કર્યા અને વડાપ્રધાને તેને ભારત પર હુમલો જાહેર કરીને પાકિસ્તાન પર હુમલો કરવા આદેશ આપતાં માણેકશાએ ઢાકા કબ્જે કરવા તમામ તૈયારી સાથે તે સમયે અગાઉથી જ ત્યાં સીમાએ ગોઠવાયેલા ભારતના લશ્કરને કહ્યું અને લોહિયાળ જંગ શરૂ થયો હતો.

13 દિવસ યુધ્ધ ચાલ્યું અને ઢાકાનું પતન થયું. તે વખતના પાકિસ્તાનના લશ્કરી ઇન્ચાર્જ .લેફ. જનરલ એ.એ. કે. નિયાઝીએ ભારતના લશ્કરી ઇન્ચાર્જ લેફ. જનરલ જગજીતસિંહ અરોરા અને ભારતના લશ્કરના અન્ય અધિકારીઓની હાજરીમા શરણાગતિ સ્વીકારીને પાકિસ્તાનની હાર માની અને ઢાકાને એટલે કે પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર જાહેર કરવાના ઐતિહાસિક દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતાં ભારતની જીત થઇ અને 1947માં ભારતના ટુકડા કરનાર પાકિસાનના પણ ટુકડા અને બાંગ્લાદેશ નામના એક નવા દેશનો ઉદય ભારતની મદદથી થયો.

ભારતે શેખ મુજીબર રહેમાન અને તેમના આખ પરિવારને સુરક્ષા આપીને સહીસલામત રાખ્યા અને યુધ્ધ સમાપ્તિ બાદ શેખને બાંગ્લાદેશની બાગડોર સોંપી હતી. 17 ડિસે.1971થી લઇને 15 ઓગસ્ટ 1975 સુધી તેઓ પદ રહ્યાં..15 ઓગસ્ટ, 1975ના રોજ ભારતમાં જ્યારે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે એ જ દિવસે બાંગ્લાદેશમાં લશ્કરીની બે બળાવાખોર બટાલિયન ઢાકામાં વડાપ્રધાન મુજીબરના નિવાસસ્થાનમાં પ્રવેશ કરે છે અને મુજીબર, તેમના પત્ની, 3 પુત્રો સહિત 20 લોકોની હત્યા કરી નાંખે છે. બાંગ્લાદેશના હાલના 74 વર્ષના વડાપ્રધાન શેખ હસીના તે વખતે બાંગ્લાદેશની બહાર હોવાથી બચી ગયા હતા અને પિતાની હત્યા બાદ અવામી લિગ પાર્ટીની બાગડોર સંભાળીને વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા.

16 ડિસેમ્બર, 2021ની રોજ બાંગ્લાદેશ પોતાના સ્થાપનાની 50મી જયંતી મનાવશે. આજે મુજીબર રહેમાન નથી, પાકિસ્તાનના ટુકડા કરનાર અને અટલજીએ જેમને દુર્ગાનો અવતાર તરીકે ગણાવ્યાં તે ઇન્દિરા ગાંધી નથી, ભારતને આ યુધ્ધમાં 1971માં શાનદાર જીત અપાવનાર માણેકશા પણ નથી પણ દુનિયાના ઇતિહસમાં પાકિસ્તનના ટુકડા નોંધાઇ ગયા. હવે ભારતે લાહોર-ઇસ્લામાબાદને કબ્જે કરવાનું છે. આજે નહીં તો કાલે બર્લિનની દિવાલો તૂટી એમ ફરી અખંડ ભારતની જય હો…?

 71 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી