ઓવરટેક કરવા જતાં ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર, ચાર લોકોના મોત

કપડવંજ-મોડાસા હાઇવે નજીક કાવઠ પાટીયા પાસે સર્જાયો અકસ્માત

કપડવંજથી મોડાસા રોડ પર વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. કાવઠ પાટીયા નજીક કાર અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ઓવરટેકિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ચારેય મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા છે. આઇ20 કાર નંબર જીજે-07-ડીએ 8318 નંબરની કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અન્ય એક અકસ્માતમાં, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. આઇસર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આઇસર ચાલકે બ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. મોરબીથી દાહોદ જતી એસટી બસ અકસ્માત નડ્યો છે.

અકસ્માતમાં 6 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ સાથે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતના કારણે વડોદરા તરફની લેન પર વાહનોની 3 થી કિલોમીટર સુધીની કતાર લાગી હતી. એક્સપ્રેસ વે પેટ્રોલિંગ ની ટીમે ક્રેઇનની મદદથી આઇસરને હાઇવેની સાઈડમાં કરી હાઇવે પરનો ટ્રાફિક પૂર્વરત કર્યો હતો.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી