અમદાવાદ : નરોડા-દહેગામ રોડ પર આવેલી લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ

રુમમાં બંધ પાંચ મજૂરોને ફાયર વિભાગે બચાવી લીધા

અમદાવાદ શહેરમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો હતો. નરોડા-દહેગામ રોડ ઉપર આવેલી લાકડાની એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. જો કે ભારે જહેમત બાદ મોડી રાતે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

વિગત મુજબ, ગઈકાલે રાત્રે નરોડા દહેગામ રોડ પર એક લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. શિવ ટીમ્બર માર્ટ અને કે.એન પટેલ એન્ડ. કંપનીમાં આગ લગતા ભારે અફરા તફરી મચી ગઇ હતી. જો કે દુર્ઘટનામાં કઇ જાનહાનિ સર્જાઇ નથી. તો બીજી તરફ ફાયર વિભાગનો મોટી સંખ્યામાં કાફલો ઘટનાસ્થળે દૌડી આવ્યો હતો. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આગના સમાચાર મળતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બાદમાં ફાયર વિભાગના વોટર ટેન્કર અને બ્રાઉઝર સહિત 14 વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આખરે ભારે જહેમત બાદ આગને કંટ્રોલ કરી શકાઈ હતી. 

15 હજાર કિલો લાકડાનો જથ્થો સ્વાહા

ફાયરબ્રીગેડના ડીવીઝનલ ફાયર ઓફિસર ઓમ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, 7 ફાયર બાઉઝર, બે ફાયર ફાઇટર અને પાંચ ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોચી ગયા હતા અને બે લાખ લીટર પાણીનો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી છે. વધુમાં તેમને જણાવ્યુ કે પહેલા ફાયરબ્રીગેડની ટીમે રુમમાં ફસાયેલા પાંચ મજુરોને બચાવી લીધા હતા ત્યારબાદ કોમ્પ્રેસર સીલીન્ડર ઉપર પણ ઉપરાછાપરી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ લાગી તેના 50 મીનીટ બાદ તેને કાબુમાં કરી લેવામાં આવી હતી જેમાં 15 હજાર કિલો લાકડાનો જથ્થો હતો. આગના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઇ હતી જેમાં પોલીસે ગણતરીની મીનીટોમાં ટ્રાફીક પણ હળવો કરી દીધો હતો.

લાકડાની ફેક્ટરી હોવાથી સ્વાભાવિક રીતે જ ભીષણ આગ લાગી ગઈ હતી. તેમ છતાં કોઇ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આગનું કારણ જાણવા ફાયર વિભાગે તપાસ શરૂ કરી હતી. 

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી