સુરત : કડોદરા GIDCમાં ભીષણ આગ, બેનાં મોત : 10 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

જીવ બચાવવા કેટલાક લોકો ઉપરથી કુદી ગયા હોવાની આશંકા

સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામમાં આવેલ તુલસી પાર્ક ઈંડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગની ઘટના બની છે. સાડી પેકિંગ માટેની થેલીઓ અને માસ્ક બનાવતી વિવા પેકેજીંગ મિલમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગના સમાચાર મળતા જ જિલ્લાભરના તેમજ સુરત શહેરના દસથી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની કડોદરા GIDCમાં વિવા પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી