બંગાળી ફિલ્મ એક્ટ્રેસ Srabanti Chatterjeeએ ભાજપ સાથે છેડો ફાડયો

‘દીદી’ના ગઢમાં BJPને ફરી ઝટકો….

પશ્ચિમ બંગાળમાં ભાજપને ફરી એકવાર ઝટકો વાગ્યો છે. વિધાનસભાની ચૂંટણી બાદ નેતાઓનો ભાજપ સાથે છેડો ફાડવાનો સિલસિલો યથાવત છે. હવે ભાજપમાં સામેલ થયેલી બંગાળી ફિલ્મ એક્ટ્રેસ શ્રાબંતી ચેટરજીએ પણ ભાજપ છોડવાની જાહેરાત કરી છે અને આરોપ લગાવ્યો છે કે, ભાજપ બંગાળ પ્રત્યે ગંભીર નથી અને લોકોનુ કલ્યાણ કરવાની ભાવનાને પણ પાર્ટી સમજી શકી નથી. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021માં ચૂંટણી જીતવામાં અસફળ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપ સાથે પાંચ ધારાસભ્યો, પૂર્વ મંત્રી તેમજ સાંસદ બાબુલ સુપ્રીયો છેડો ફાડી ચુકયા છે.શ્રાબંતી ચેટરજીએ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.આ સિવાય અન્ય કેટલાક બંગાળી કલાકારો પણ ભાજપમાં જોડાયા હતા.જોકે ચૂંટણી બાદ તેઓ પણ ભાજપથી અંતર રાખી રહ્યા છે.

શ્રાબંતી ચેટરજી બંગાળી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે અને ઘણી ફિલ્મોમાં તે અભિનય કરી ચુકી છે.તેને બેસ્ટ એક્ટ્રેસ માટેનો એવોર્ડ પણ મળી ચુકયો છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી