કાશ્મીરમાં હવે ધડા ધડ ફિલ્મનાં શૂટીંગ થશે…

કાશ્મીરની હસીન વાદીઓમાં ફિલ્મનાં શૂટીંગ માટે હોડ લાગી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવી દીધો છે. હવે ચર્ચા છે કે બોલીવૂડમાં આ ફિલ્મ બનાવાની હોડ લાગી રહી છે ફિલ્મ આર્ટિકલ ૧૫ની સફળતા બાદ હવે આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ જેવા ટાઇટલો પ્રથમ પસંદગી બની રહ્યા છે. ૫૦ ટાઇટલ તો રજિસ્ટર થઇ ગયા છે, અને હજી ૨૫-૩૦ જેટલી અરજીઓ આવી છે. પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક બનાવનાર નિર્માતા આનંદ પડિતે જણાવ્યું હતું કે તેમણે તો આર્ટિકલ ૩૭૦ અને આર્ટિકલ ૩૫એ નામના ટાઇટલ એક મહિના પહેલા જ રજિસ્ટર કરાવી દીધા છે.

” અત્યાર સુધીમાં બોલીવૂડના નિર્માતાઓએ ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડયુસર્સ એશોશિયેશન, પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને ઇડિયન ફિલ્મ પ્રોડયુસર્સ કાઉન્સિલ ઓફિસોમાં વિવિધ પ્રોડયુસર્સ અને ડિરેકટર્સોએ અત્યાર સુધીમાં લગભગ ૫૦ ટાઇટલ રજિસ્ટર કરાવી દીધા છે. જેમાં આર્ટિકલ ૩૭૦, આર્ટિકલ ૩૫ એ,અને ‘કાશ્મીર મેં તિરંગા’ જેવા અન્ય નામ પણ સામેલ છે.” તેમ એક સૂત્રે જણાવ્યું હતું.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી