ફિલ્મસ્ટાર રજનીકાંતને મળશે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, કેન્દ્ર સરકારે કરી જાહેરાત

રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે

સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનો સૌથી મોટો ‘દાદા સાહેબ ફાળકે અવોર્ડ’ મળશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે. દક્ષિણની ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘છેલ્લા 5 દાયકાથી રજનીકાંત ફિલ્મી જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. આ જ કારણે જ્યુરીએ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.’

રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે

 60 ,  2