આખરે દિલ્હીમાં 1 સપ્તાહ સ્કૂલ-ઓફિસ બંધ

સુપ્રીમકોર્ટની ફટકાર બાદ દોડતી થઈ સરકાર…

સુપ્રીમકોર્ટની આકરી ફટકાર બાદ કેજરીવાલ સરકારે વાયુ પ્રદૂષણ પર આજે શનિવારે ઈમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં રાજ્યમાં એક અઠવાડીયું સ્કૂલો અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. દિલ્હી સરકારનો આ નિર્ણય સોમવાર એટલે કે, 15 નવેમ્બરથી લાગુ થશે.

દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણના મુદ્દે બોલાવેલી ઈમરજન્સી બેઠકમાં ચાર મોટા પગલાની જાહેરાત કરી છે. બેઠક બાદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં સ્કૂલોમાં ઓફલાઈન ક્લાસ એક અઠવાડિયા બાદ બંધ રહેશે. સરકાર ઓફિસો એક અઠવાડિયા માટે બંધ રહેશે તે ઉપરાંત કર્મચારીઓ ઘેરથી કામ કરી શકશે. કેજરીવાલે કહ્યું કે લોકડાઉન અંગે પણ સુપ્રીમની દરખાસ્તની વિચારણા થઈ રહી છે અને તે મુદ્દે સરકાર કોર્ટમાં પોતાનો વિચાર રજૂ કરશે.

સુપ્રીમ કોર્ટે શનિવારે આ જ મુદ્દે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને વહેલી તકે પગલાં લેવાન માટે જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે આવી સ્થિતિમાં લાગે છે કે ઘરમાં પણ માસ્ક પહેરીને બેસવું પડશે. કોર્ટે કેન્દ્ર સરકારને વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટેનો રસ્તો શોધવા માટે પણ કહ્યું હતું.

બીજીબાજુ દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે એ તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી