આખરે ‘દાદા’ની નવી ટીમ તૈયાર, મોટા નેતાઓના પત્તા કપાયા…

કહી ખુશી….કહી ગમ….

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથ વિધિ શરૂ થઈ છે. જેમાં ગાંધીનગર રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમની શરૂઆત થઈ છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરીને અમલમાં મુકવામાં આવી છે. જેમાં સૌપ્રથમ, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુભાઇ વાઘાણી, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ એકસાથે શપથ લીધા. જે બાદ ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા.

કેબિનેટના 10 મંત્રીની શથપવિધિ બાદ રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે એકસાથે શપથ લીધા છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે વધુ 5 મુકેશ પટેલ, નિમિષા સુથાર, કુબેર ડિંડોર, અરવિંદ રૈયાણી, કીર્તિ વાઘેલાના એકસાથે શપથ લીધા છે. આમ અત્યાર સુધીમાં 10 કેબિનેટ, 14 રાજ્યકક્ષાના શપથ પૂર્ણ થયા છે.

શપથવિધિ બાદ સાંજે 4:30 વાગે કેબિનેટ બેઠકમાં ખાતાંની ફાળવણી થશે.

ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી

રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય
જીતુ વાઘાણી, MLA, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ,MLA, વિસનગર
પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ
નરેશ પટેલ, MLA, ગણદેવી
પ્રદિપ પરમાર, MLA, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ
કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
કનુ દેસાઇ, MLA, પારડી

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી, MLA, મજૂરા
જીતુ ચૌધરી, MLA, કપરાડા
જગદીશ પંચાલ, MLA, નિકોલ
મનીષા વકીલ, MLA, વડોદરા શહેર
બ્રિજેશ મેરજા, MLA, મોરબી

રાજ્યકક્ષાનાં મંત્રી
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ
કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ
વિનુ મોરડિયા, MLA, કતારગામ
દેવાભાઈ મલમ, MLA, કેશોદ
ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ
આર.સી મકવાણા, MLA, મહુવા

 241 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી