આખરે ગુજરાત કોંગ્રેસનો ‘કાંટાળો’ તાજ જગદીશ ઠાકોરના માથે મુકાશે…

રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં નામ નક્કી હવે સત્તાવાર જાહેરાત બાકી

ગુજરાતમાં કોંગ્રેસમાં પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામાં આપ્યા બાદ કોંગ્રેસ સહિત લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે કોંગ્રેસનુ સુકાન કોને મળશે તે સવાલ પર આખરે આજે પૂર્ણ વિરામ મુકાશે. હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના પ્રતિષ્ઠિત નેતા જગદીશ ઠાકોરજ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી નેતા સુખરામ રાઠવાના નામ નક્કી માત્ર સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. ગુજરાત કોંગ્રેસમાં નેતા વિપક્ષ સાથે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત આજે લગભગ 4 વાગ્યે થશે. બપોરે ગુજરાત કોંગ્રેસની ધારાસભ્ય દળની એક બેઠક મળશે આ બેઠક બાદ બંને નેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે.

બીજી બીજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માંડ એક વર્ષ જેટલો જ સમય બચ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણીની તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે,ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્માની વરણી થતા જ દિલ્હીમાં લગભગ 26 કોંગ્રેસી નેતાઓની બેઠક બોલાવાઈ હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી,અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ગુજરાતના અધ્યક્ષ પદે કેટલાક નામ વહેતા થયા હતા.જેમાં શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ સહિતના નામો ચર્ચા હતા એટલુ જ નહીં ગઈકાલે સુધી દીપક બાબરીયાનું નામ નક્કી હતું. આગામી વિધાનસભાની ચૂંટણીને આ઼ડે હવે એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસને પ્રદેશમાં બેઠી કરવા જગદીશ ઠાકોર સામે અનેક પડકારોનો સામનો કરવે પડશે. તેમજ ભાજપ જેવા મજબૂત પક્ષ સામે મોટો મુદ્દો ઉભો કરી સમગ્ર રાજ્યમાં પોતાના તરફી વલણ બનાવવું કોંગ્રેસ માટે મોટો પડકાર છે.

હાઈકમાન્ડમાં અહમદ પટેલ જેવા સિનિયર નેતાની ખોટ વર્તાઈ રહી છે. જે ગુજરાતને સંભાળી શકે તેવા સારા નેતાની શોધ અને ગુજરાત પર સારી રીતે પકડ ધરાવતા હોય. ગુજરાતમાં એક કરતા અનેક જૂથોને સાથે લઈને ચાલી શકે તેવા એક પણ નેતા નથી. એક નામ નક્કી કરવામાં આવે ત્યારે તેના વિરોધ કરનાર અને ટાંટિયા ખેંચનાર અનેક નેતાઓ ચાલુ પડી જાય છે.

કોણ છે જગદીશ ઠાકોર?

કોંગ્રેસના સિનિયર નેતા સાથે પક્ષમાં સારી છાપ ધરાવતા નેતા
ઉત્તર ગુજરાતના દિગ્ગજ OBC નેતા
ગુજરાત કોંગ્રેસમાં ઉપ પ્રમુખ રહી ચુક્યા
એક વાર સાંસદ અને બે વાર ધારાસભ્ય રહેવાનો અનુભવ
2009થી 2014 સુધી પાટણના સંસદ સભ્ય
2002થી 2007 દહેગામથી ધારાસભ્ય
2007થી 2009 સુધી બીજી ટર્મમાં દહેગામથી ધારાસભ્ય રહ્યા
વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય
1985થી 1994 સુધી યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ
1998માં કોંગ્રેસ OBC સેલના પ્રમુખ તરીકે રહ્યા

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી