Forbesએ દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટ કર્યું જાહેર
વિશ્વના સૌથી ચર્ચિત મેગેઝિન Forbesએ દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટ જાહેર કરી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે, તેમને આ લિસ્ટમાં 37મું સ્થાન આપવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફોર્બ્સની ‘વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં સતત ત્રીજી વખત સ્થાન મળ્યું છે.
તમને જણાવી દઈએ કે આ વખતે નિર્મલા સીતારમણે લિસ્ટમાં પોતાના સ્થાનમાં ઘણો સુધાર કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન કરતાં બે સ્થાન આગળ છે.
Nykaa ના ફાઉન્ડર અને CEO ફાલ્ગુની નાયરને 88મું સ્થાન
ફોર્બ્સે Nykaa ના ફાઉન્ડર અને CEO ફાલ્ગુની નાયરનું નામ પણ તેની ‘વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં રાખ્યું છે, આ યાદીમાં તેણીને 88મું સ્થાન મળ્યું છે. ફાલ્ગુની નાયર, શેરબજારમાં તેની કંપનીની ધમાકેદાર શરૂઆત કર્યા પછી, તાજેતરમાં જ ભારતની સાતમી મહિલા અબજોપતિ અને સૌથી ધનિક સ્વ-નિર્મિત અબજોપતિ બની છે.
HCL ટેક્નોલોજીના ચેરપર્સન રોશની નાડર 52મા ક્રમે
નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ફાલ્ગુની નાયર સિવાય ફોર્બ્સે ‘વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં ભારતની અન્ય એક મહિલાને સ્થાન આપ્યું છે. જી હા, ફોર્બ્સે એચસીએલ ટેક્નોલોજીસની ચેરપર્સન રોશની નાડરને 52મું સ્થાન આપ્યું છે. જણાવી દઈએ કે, રોશની નાડર દેશમાં આઈટી કંપનીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી છે. ફોર્બ્સે આ યાદીમાં બાયોકોનના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉને પણ સામેલ કર્યા છે અને તેમને 72માં સ્થાને રાખ્યા છે.
62 , 1